વાંસદા: હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીના કારણે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અપાયેલા ધોરણ ૧૦ માસ પ્રમોશન અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેથી વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ અટકાવી તેમને આ મહામારી બચાવી શકાય.

આજરોજ વાંસદામાં ધોરણ ૧૨ના રીપીટર દ્વારા ધોરણ ૧૨માં પણ ધોરણ ૧૦ ની જેમ રેગ્યુલર અને રીપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે એ ઉદ્દેશથી આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વિધાર્થીઓનું કહેવું છે કે હાલમાં કોરોના મહામારી ગ્રામીણ ક્ષેત્રમાં પણ ફેલાય ચુકી છે જેના કારણે ધોરણ ૧૨ ની સરકાર દ્વારા મોકૂફ રખાયેલી બોર્ડ પરીક્ષા પણ રદ્દ કરવામાં આવે અને ધોરણ ૧૨ વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવે તે વિદ્યાર્થીઓના હિતમાં છે.

ધોરણ ૧૨ વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવા અંગે Decision News ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી ઈલીઆશ પ્રાણિયા સાથે વાત કરી તેમણે શું કહ્યું જુઓ આ વિડીયોમાં…