વાંસદા: આજરોજ બિરસા મુંડાજીની પુણ્યતિથિ નિમિત્તે ધારાસભ્ય અનંત પટેલ દ્વારા વાંસદાના વાઘબારી ગામની ગ્રામ પંચાયતમાં ફૂલોના હાર અને દીપ પ્રાગટ્યથી શ્રદ્ધાંજલિ આપવામાં આવી જેમાં કોરોના ગાઈડલાઈન્સના નિયમો પ્રમાણે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
ઝારખંડના રાચી શહેરના ઉલીહાતૂ ગામમાં નવેમ્બર ૧૫,૧૮૭૫ની જન્મેલા બિરસા આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી હતા. તેમણે ઓક્ટોબર૧ ૧૮૯૪ના દિને નવયુવાન નેતાના રુપમાં બધા મુંડાઓને એકત્ર કરી એમણે અંગ્રેજો સામે લગાન માફ કરાવવા માટે આંદોલન કર્યું. તેમણે પોતાના જીવનકાળ દરમિયાન જ એક મહાપુરુષનો દરજ્જો મેળવ્યો. બિરસાને તેમના વિસ્તારના લોકો “ધરતી બાબા” નામથી સંબોધન કરતા તેમ જ પૂજતા પણ હતા. એમના પ્રભાવની વૃધ્ધિ થતાં આખા વિસ્તારના મુંડા આદિવાસીઓમાં સંગઠિત થવાની ચેતના જાગી હતી.
અનંત પટેલનું કહેવું હતું કે બિરસા મુંડાએ જુન ૯ ૧૯૦૦ના દિવસે રહસ્યમય રીતે રાંચી ખાતે કારાગારમાં અંતિમ શ્વાસ લીધા તેમણે ખુંટીના ડુંબેરી હિંલ્સ ખાતે બ્રિટીશ સેનાને હરાવી હતી અને જળ જંગલ અને જમીન માટે શહીદી વહોરી હતી એવા મહાન આદિવાસી આંદોલનકારી ધરતી આબા ભગવાન બિરસા મુંડાજી ની ૧૨૧ મી પુણ્યતિથી પર નમન કરી આપણે સૌએ આદિવાસી હોવાનું ગર્વ લેવું ઘટે.