વાંસદા: છેલ્લા થોડાક વર્ષોથી સર્જનાત્મક ક્ષેત્રે આદિવાસીની કુંકણા બોલીમાં કવિતાનું સ્વતંત્ર પુસ્તક મળે એવી આદિવાસી સમાજમાં ખુબ જ માંગ હતી જે આ કુંકણા બોલીમાં ‘કુંકણા કવિતાઓ’નું પુસ્તક પ્રકાશિત થવાથી સમાજમાં અનેરો આનંદ પ્રસરી ગયો છે.
આ પુસ્તકમાં આદિવાસી સમાજના રીતરીવાજો, પ્રથાઓ, સંસ્કૃતિ, પ્રકૃતિ અને પરંપરાઓનો વણખેડાયેલા પ્રદેશની સાથોસાથ આ નવોદિતોની કલમથી પ્રગટેલી કવિતાઓ રૂપી સંવેદનાઓ તમને મંત્રમુગ્ધ બનાવશે એ નક્કી છે ‘કુંકણા કવિતાઓ’નું પુસ્તકમાં મહેન્દ્ર પટેલ, રાહુલ ધૂમ, ગણેશ ગાંવિત, મહેન્દ્ર પવાર, દિપેશ કામડી, કિરણ પાડવી, કમલેશ ગાયકવાડ અને ભાવેશ બાગુલ જેવા આઠ આદિવાસી કવિઓની પોતાની કવિતાઓ લખી છે. મહેન્દ્ર પટેલ, દિપેશ કામડી, કમલેશ ગાયકવાડ જેવા કવિઓ દ્વારા આ પુસ્તકને સંપાદિત કરી પુસ્તકનું પ્રકાશન એ. એસ. એફ. કોમ્પ્યુટર અને પ્રકાશન, વલ્લભ વિદ્યાનગર દ્વારા કરવામાં આવ્યું છે.
Decision News સાથે વાત કરતાં કિરણ પાડવી કહે છે કે લગભગ એકાદ વર્ષથી કોરોના મહામારી વચ્ચે અમે મોબાઈલના માધ્યમથી સોશિયલ સાઈટ જેમ કે ફેસબૂક વોટ્સઅપ પર દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના કુંકણા બોલી કવિ મિત્રો સાથે સંવાદમાં હતા સતત ચાલેલા આ સંવાદ થકી આ કવિ મિત્રોએ સહકાર સાથે સહર્ષ એમની કવિતાઓ ભેટ અમને મળી અને આ રચનાઓમાની કુલ ૩૯ જેટલી કવિતાઓ લઇ આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે
આદિવાસીના કુંકણા બોલીમાં ‘કુંકણા કવિતાઓ’નું પુસ્તકને શ્રી ડાહ્યાભાઈ વાઢુ (કુંકણા લોકસાહિત્ય સંપાદક-અભ્યાસુ), ડૉ. મધુકર પાડવી (કુલપતિશ્રી, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી, રાજપીપળા), ડૉ. પુંડલિક સી. પવાર (અધ્યક્ષ, ગુજરાતી વિભાગ, આર્ટ્સ ફેકલ્ટી, ધ, એમ. એસ. યુનિવર્સીટી ઑફ બરોડા, વડોદરા) ડૉ. જયંતિભાઈ ચૌધરી શ્રી ઝુબેરભાઈ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યા છે.