નર્મદા: છેલ્લા દિવસોમાં વરસેલા મૂશળધાર વરસાદ અને અતિ વધારે પવનથી નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનાં ગામોમાં ઘરોને મોટા પ્રમાણમાં નુકશાન થવા પામ્યું હતું આ વિકટ વેળાએ અમદાવાદની માનવ સાધના સંસ્થા દ્વારા 900 મીટર (300kg) પ્લાસ્ટિક કાગળની મદદ કરવામાં આવી હતી.

Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે નર્મદાના સાગબારા તાલુકાના પરોડી, નાની પરોડી, ખેરપાડા, આવલિકુંડ, પિંપરીપાડા, પાના, ભાદવડ, ખેરપાડા, જેવા ગામોમાં અતિ ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે  ઘરોની છતો તહસનહસ થઇ ગઈ હતી અને અન્ય નુકશાન પણ થયાનું જાણવા મળે છે માનવ સાધના સંસ્થા અમદાવાદના સર્વે પ્રમાણે 120 થી વધારે ઘરો અસરગ્રસ્ત થયા છે.

માનવ સાધના સંસ્થા અમદાવાદ સાથે સંકળાયેલા કર્મનિષ્ટ કાર્યકર આશિષ પાડવી Decision Newsને જણાવે છે કે સંસ્થા દ્વારા સમય અને પરિસ્થિતિને ધ્યાનમાં લેતા દરેક કુટુંબની જરૂરિયાત પ્રમાણે સારી ગુણવત્તાવાળા પ્લાસ્ટીક કાગળનું વિતરણ કરવામાં આવ્યું. જેથી આ વરસાદી સમયમાં તાત્કાલિક લોકો રહેવા લાયક જગ્યાની સગવડ ઊભી થઇ શકે. આ માનવસેવા કાર્યમાં માનવ સાધના સંસ્થા દ્વારા 900 મીટર (300kg) પ્લાસ્ટિક કાગળ આપવામાં આવ્યો હતો આ કાગળ વિતરણ પ્રસંગે ગામનાં સરપંચ, આગેવાનો, ગામનાં યુવાનો, મિત્રોએ હાજરી આપી હતી.