કપરાડા: ગતરોજ કોરોનાના કપરા કાળમાં વલસાડના કપરાડા તાલુકાના યુવાનો માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સફળ નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સાત વર્ષ પૂર્ણ નિમિત્તે કપરાડા ભાજપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે આજના રક્તદાન શિબિરમાં મોટા પ્રમાણમાં લોકોએ ભાગ લીધો હતો જિલ્લાના પ્રમુખ હેમંતભાઈ કંસારાના માર્ગદર્શન હેઠળ સેવા હી સંગઠનના કાર્યક્રમ અંતર્ગત કપરાડાના પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી હેમંતભાઈ કંસારા, કપરાડા તાલુકાના સહ પ્રભારીશ્રી રાજનભાઈ રાઠોડ, સમીપભાઈ રાંચ, કપરાડા ધારાસભ્યશ્રી જીતુભાઇ એચ. ચૌધરી, વલસાડ જિલ્લા ઉપપ્રમુખશ્રી મુકેશભાઈ પટેલ, જી.પ. કારોબારી અધ્યક્ષશ્રી ગુલાબભાઈ રાઉત, કપરાડા તાલુકા ભાજપ પ્રમુખશ્રી રમેશભાઈ ગાંવિત, કપરાડા તાલુકા પંચાયત પ્રમુખશ્રી મોહનભાઇ ગરેલ, વલસાડ જિલ્લા યુવા મોર્ચા પ્રમુખ શ્રી સનેહિલભાઈ દેસાઈ, વલસાડ જિલ્લા યુવા મોરચા ઉપપ્રમુખ શ્રી સાવનભાઈ પટેલ, ગુજરાત રાજ્ય યુવા બોર્ડની સમસ્ત ટીમ, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ તથા કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહી રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.

આ કાર્યક્રમ બાદ વલસાડ જિલ્લાના ભારતીય જનતા યુવા મોર્ચાના પ્રમુખ સનેહિલભાઈ દેસાઈ તેમજ ઉપપ્રમુખ સાવનભાઇ પટેલ સાથે કપરાડા તાલુકાના લવકર ગામના સામાજિક કાર્યકર્તા ઉમેશભાઈ ગાંગોડા તેમજ ઇશ્વરભાઇ ગાયકવાડના ઘર પરિવારો સાથે મુલાકાત પણ કરી હતી.