ધરમપુર: આજરોજ ૧૦:૦૦ વાગ્યાની આસપાસ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ખટાણા ગામમાં ટ્રાયબલ સબ પ્લાન વલસાડ તરફથી સી. સી. ડી. પ્રોજેક્ટ અંતગર્ત વર્ષ-2020-2021 મરઘા ઉછેર કેન્દ્ર માટે સાધન સહાય યોજના હેઠળ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું

Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે આજરોજ ધરમપુર તાલુકાના ખટાણા ગામમાં ટ્રાયબલ સબ પ્લાન વલસાડના સી. સી. ડી.પ્રોજેક્ટ અંતગર્ત વર્ષ-2020-2021 મરઘા ઉછેર કેન્દ્ર માટે સાધન સહાય યોજના હેઠળ કમિશનર શ્રી (આદિજાતિ વિકાસ ) વલસાડ અને નવજાગૃતિ સેવા સંઘ સંચાલિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ ડેવલોપમેન્ડ નવસારી તરફથી સાધનો આપવામાં આવ્યા હતા.

આજના ટ્રાયબલ સબ પ્લાન વલસાડના સી. સી. ડી.પ્રોજેક્ટ અંતગર્ત વર્ષ-2020-2021ની યોજના હેઠળના આ કાર્યક્રમમાં મરઘા ઉછેર કેન્દ્ર માટે સાધનોનું વિતરણ ધરમપુર ભારતીય જનતા પાર્ટી ઉપપ્રમુખ શ્રી વિમલકુમાર આર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ધરમપુરના ખટાણા ગામના 20 લાભાર્થીઓને આ લાભ લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, શેર અને ફોલો કરો.