દક્ષિણ ગુજરાત: હાલમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાઉથ-વેસ્ટ મોન્સૂન મહારાષ્ટ્રના અલીબાગ પહોંચી ગયું છે અને બે દિવસમાં મુંબઇમાં પ્રવેશશે. ત્યાર બાદ 11 થી 13 જૂનમાં દ.ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે.
હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી રહી છે કે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 11થી 13 જૂન દરમિયાન ચોમાસું વિધિવત્ બેસી જાય એવી સંભાવના દેખાય રહી છે હવામાનશાસ્ત્રી દેવચરણ દુબેએ જણાવ્યું હતું કે સાઉથ-વેસ્ટ મોન્સૂન હાલમાં મહારાષ્ટ્રના અલીબાગ ખાતે પહોંચી ગયું છે. આગામી બે દિવસમાં મુંબઇ તરફ ચોમાસું પહોંચશે અને ત્યાર બાદ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે. સાઉથ-વેસ્ટ મોન્સૂન અને બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમથી અરબી સમુદ્ર ઉપર 10 જૂન બાદ દક્ષિણ પશ્ચિમી પવનો વધુ સક્રિય થશે, જેથી 11થી 13ના સમયગાળામાં દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થવાની મોટા પ્રમાણમાં શક્યતા છે.
Decision Newsને મળેલી જાણકારી અનુસાર ચાર દિવસ સુધી હવામાન વિભાગે ગાજવીજ, વીજળી ત્રાટકવાના અને 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ, નવસારી, વલસાડ અને સંઘપ્રદેશના દાદરા- નગરહવેલીના વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
![](https://decisionnews.in/wp-content/uploads/2021/07/adivasi-bank-add-change-1.gif)
![](https://decisionnews.in/wp-content/uploads/2021/02/Narsari-buttom_.gif)