વાંસદા: હાલમાં આવેલા વરસાદના કારણે વર્ષો જૂનો રસ્તો સિણધઈના ગોકુળધામ સોસાયટીના પાછળના ભાગે લીલવણ ફળિયામાં રહેતા લોકોને ઉનાઈ અવર-જવર કરવાનો એકમાત્ર રસ્તો છે તેની બિસ્માર હાલત થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
Decision Newsને મળેલી માહિતી પ્રમાણે સિણધઈના લીલવણ ફળિયામાં રહેતા લોકોને ઉનાઈ અવર-જવર કરવાનો વર્ષો જુનો એકમાત્ર રસ્તો અત્યારે ખુબ જ ખરાબ હાલત છે અહીં રહેતા ચોમાસા દરમિયાન ૩૦ જેટલા પરિવારો મોટાભાગે ખેતી સાથે સંકળાયેલા હોવાથી એમને ખેતરે જવા માટે આ કાચા રાસ્તનો ઉપયોગ કરવો પડતો હોવાના કારણે અને મજૂરી કરી જીવન ગુજારતા લોકો અને વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
હાલમાં આ રસ્તો ઘણાં સમયથી જર્જરિત થયાના કારણે મોટા વાહનો પણ નીકળતા નહીં હોય તેમજ નિચાણવાળો હોવાના કારણે ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જતું હોય છે આ ઉપરાંત ઉનાઈ ગામનું ગટરનું પાણી અહીં આવતું હોવાથી અવરજવર કરનારા સ્થાનિક રહીશોને મુશ્કેલી પડી રહી છે. તેથી અહીના લોકોની વાંસદાના વહીવટીતંત્રને આ રસ્તા બાબતે ધ્યાન આપવા અને ઝડપથી રસ્તા બનાવવાની કામગીરી કરવા અપીલ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, શેર અને ફોલો કરો.
![](https://decisionnews.in/wp-content/uploads/2021/07/adivasi-bank-add-change-1.gif)
![](https://decisionnews.in/wp-content/uploads/2021/02/Narsari-buttom_.gif)