વાંસદા: થોડા દિવસો અગાવ જ વાંસદા સેવા સંઘ સંચાલિત એકલવ્ય કુમાર છાત્રાલય કણધાનું મકાનની છત તોકતે વાવાઝોડાથી સંપૂર્ણ છતીગ્રસ્ત થઇ જતાં સંસ્થાના સંચાલકો ખુલતા શૈક્ષણિક છત્ર પેહલા પૂર્વવત મકાન રીપેર કરવા ચિંતાતુર હતા
આ અણધાર્યા બનાવ વિષે Decision Newsને ખબર મળતા આ બનાવનું કવરેજ Decision Newsના રિપોર્ટર દ્વારા કરવામાં આવ્યું અને ગરીબ આદિવાસી બાળકોના આ શિક્ષણના સપનાં સાકાર કરતી છાત્રાલયના સમાર કામ કરવા આદિવાસી એકલવ્યોને આહ્વાન કરવામાં આવ્યું હતું જેના પરિણામ સ્વરુપ આજે સંસ્થાને મદદરૂપ થવા એક પછી એક એક્લવ્યો આગળ આવી રહ્યા છે.
સંસ્થામાં અભ્યાસ કરતાં સિત્તેર આદિજાતિ ગરીબ બાળકો પર અચાનક આવી પડેલી કુદરતી આપદાના સમાચાર Decision News પર પ્રસારિત થતાં વાંસદાના અમૃત હોસ્પિટલના ડોકટર વિશાલ પટેલ દ્વારા પોતાના પિતાશ્રી સ્વ અમ્રતભાઈ પટેલના પુણ્યતિથિએ છાત્રાલય સંચાલન સંસ્થાના મકાન માટે રોકડ રૂપિયાનું દાન કરી સમાજમાં મદદરૂપ થવાની ભાવના અને શિક્ષણ જ્યોતને વધુ પ્રકાશમય બનાવવાનું કાર્ય કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, શેર અને ફોલો કરો.
![](https://decisionnews.in/wp-content/uploads/2021/07/adivasi-bank-add-change-1.gif)
![](https://decisionnews.in/wp-content/uploads/2021/02/Narsari-buttom_.gif)