કનેક્ટ ગુજરાત ફોટોગ્રાફ્સ

ડાંગ: જેવા વિશિષ્ઠ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા જિલ્લામાં રોજગારીના સીમિત સ્ત્રોતો વચ્ચે જિલ્લાના યુવાનોને રોજગારલક્ષી, કારકિર્દીલક્ષી અને અભ્યાસલક્ષી વિવિધ માહિતી અને માર્ગદર્શન પૂરુ પાડી શકાય તે માટે જિલ્લા રોજગાર કચેરી, આહવા ખાતે કેરીયર કોલ સેન્ટરનો પ્રારંભ કરાયો છે.

Decision Newsને મળેલી માહિતી અનુસાર વર્તમાન સમયમાં ગુજરાતમાં રોજગારીના સીમિત સ્ત્રોતો વચ્ચે દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના યુવાનોને રોજગારલક્ષી, કારકિર્દીલક્ષી અને અભ્યાસલક્ષી તમામ જાણકારી મળી રહે અને તેઓ સમયસર તકોનો લાભ લઇ શકે એવા શુભ આશયથી સ્વામી વિવેકાનંદ જયંતિ એટલે કે, રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણીથી રાજ્ય સમસ્તમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રોજગાર સેતુના કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે.

આહવા ખાતે કેરીયર કોલ સેન્ટરનો પ્રારંભ થવાથી ડાંગના નવ યુવાનો જે અલગ અલગ ક્ષેત્રમાં પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા ખુબ જ મદદરૂપ બની રહશે એવું રાજ્ય સરકારનું માનવું છે જ્યારે સ્થાનિક વહીવટીતંત્ર એને યુવાનોના બેહતર ભવિષ્ય માટે આશીર્વાદરૂપ જણાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, શેર અને ફોલો કરો.