ડાંગ: ગતરોજ ડાંગ જીલ્લામાં કમોસમી વરસાદ તેમજ વાવાઝોડું આવ્યું હતું, આ કમોસમી વરસાદ અને વાવાઝોડાથી ડાંગ જીલ્લાના અમુક ગામોમાં નુકશાન પામેલ છે જેના વળતર રૂપે ડાંગ જીલ્લાના બહુજન સમાજ પાર્ટી દ્વારા ડાંગ જીલ્લાના કલેકટરને આવેદનપત્ર આપ્યું છે.
Decision Newsને મળેલી માહિતી પ્રમાણે ડાંગ જીલ્લાના ગલકુંડ ગામમાં વાવાઝોડા સાથે વરસાદ પણ આવ્યો જેના કારણે આ ગામમાં નુકશાન પણ થયું છે. ગલકુંડ ચોકડી પાસે કુદરતી વાવાઝોડાના કારણે ત્યાં મોટું વૃક્ષ ધરાસય થયુ છે જેના કારણે ત્રણ જેટલા ઘરોને નુકશાન થયું છે.અને એક બાઈક ચાલકને શારીરિક ઈજા થયેલ છે. તદઉપરાંત બાજુમાં પાર્ક કરેલી ત્રણ જેટલી ટુ વ્હીકલ વાહનનું નુકશાન થયેલ છે.
વઘઈ તાલુકાના બસપાના ઉપ પ્રમુખ મહેશભાઈ ગામીનનું કહેવું છે કે આ કુદરતી વાવાઝોડામાં જે નુકશાન અને ઈજાગ્રસ્ત થયેલ ઈસમોને તાત્કાલિક ઘોરણે સરકાર તરફથી વળતર ચુકવવા અપીલ કરી છે.

