ધરમપુર: વર્તમાન સમયમાં IFA નવપર્વતક મિત્ર મંડળ દ્વારા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ ગુંદીયા ગામમાં સ્કૂલના બાળકોના અભ્યાસમાં વચ્ચેની ખૂટતી કડી જોડાવા ધોરણ ૯ થી ૧૨ સુધીની નિવાસી હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે ધરમપુરના ગુંદીયા ગામ અને તેની આસપાસના વિસ્તારના મહેનતુ અને હોશિયાર બાળકો ધોરણ ૮ પછીના પછી અહીની સ્થાનિક ભૌગોલિક અને આર્થિક પરિસ્થિતિને કારણે મોટાભાગના ઉચ્ચ અભ્યાસથી વંચિત રહી જતા હોય છે આવા અભ્યાસ ઇચ્છુંક વિધાર્થીને રહેવા જમવા અને શિક્ષણ માટેની પુરતી જરૂરિયાત અને સુવિધા પૂરી પાડવા માટેની કામગીરીના ભાગરૂપે IFA નવપર્વતક મિત્ર મંડળ આ હોસ્ટેલ નિર્માણનું કરી રહ્યું છે.

ગુંદીયાના આચાર્ય મયુર પટેલનું કહેવું છે કે જો તુતરખેડ, ખોબા, સાદડવેરા, ભુતરુણ, કોરવળ જેવા ગામના બાળકો અહી અભ્યાસ કરવા આવશે અને જે બાળકો રહેવા જમવાની સુવિધાથી વંચિત થઇ ધોરણ ૮ પછી અભ્યાસ છોડી દેતા હતા તેઓ હવે અભ્યાસ કરી શકશે આ હોસ્ટેલના નિર્માણથી હું એક શિક્ષક તરીકે ખુબ ખુશ છું જે રોજ પ્રકૃતિને પ્રાર્થના કરતો હતો કે અહીંના ગરીબ બાળકો ભણતરની ભેટ મળવી જ જોઈએ એ સપનું આજે સાકાર થઇ રહ્યું છે.