નેત્રંગ: ગતરોજ નર્મદા જિલ્લાના નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામે આડાસંબંધની શંકાનો પતિ-પત્ની વચ્ચેનો ઝઘડામાં ઉશ્કેરાયેલા પતિએ ચપ્પુ વડે પત્નીના માથા-ગળા ભાગે જીવલેણ હુમલો કરતાં મહિલાનું ઘટનાસ્થળ મોત થયાની લોહિયાળ કિસ્સો સામે આવ્યો છે.
Decision Newsને મળેલી માહિતી પ્રમાણે નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામમાં રહેતાં ભુપત વસાવા અને સરલા વસાવા આડાસબંધોની શંકા બાબતે ઝગડો થયો અને પતિ ભુપત વસાવા પત્ની સરલા વસાવા પર આરોપ લગાવ્યો હતો કે ફળીયાના જ એક છોકરા સાથે તારા આડાસબંધ છે. ત્યાર બાદ ઝગડાએ મોટું સ્વરૂપ ધારણ કરતા ગુસ્સામાં આવેલા ભુપત વસાવા પોતાની પત્ની સરલા વસાવાને ચપ્પુ વડે ગળા અને માથાના ભાગે જીવલેણ હુમલો કરતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જીવલેણ ઘટનાની ખબર પડતા બનાવ સ્થળ પર પરીવારજનો અને આસપાસના લોકો આવી ગયા હતા.
આ બનાવ વિષે સરલા વસાવાના ભાઇએ મુકેશ વસાવાએ વાલીયા પો.સ્ટેશનમાં ફરીયાદ નોધાવ્યા બાદ પોલીસે ભૂપત વસાવા વિરુદ્ધ ગુનો નોંધી પીઆઇ એસ. કે. ગામિત દ્વારા કાયદાકીય કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ કરવા બાંહેધરી આપી છે.