કપરાડા: આજરોજ વલસાડના કપરાડા તાલુકાના દિક્ષલ ગામમાં સહ્યાદ્રિ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ સ્થાનિક યુવાઓ રમતગમત ક્ષેત્રમાં સફળતાપૂર્વક પોતાની મંજિલ મેળવી શકે એવા શુભ આદેશથી બિરસા મુંડા સ્ટેડિયમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
Decision Newsને મળેલી માહિતી પ્રમાણે બિરસા મુંડા સ્ટેડિયમ માટે કાશીનાથ ભાઈ ગાંગોડા અને રમેશભાઈ ગાંગોડા નામના આદિવાસી ભૂ-દાતાએ સ્થાનિક યુવાઓના રમતગમતના ભવિષ્ય ધ્યાનમાં રાખીને લેવામાં આવેલો નિર્ણય ખરેખર સરાહનીય છે આ કાર્યક્રમના આયોજક સહ્યાદ્રિ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ જાદવ, સમિતિ સભ્યો તેમજ ગામના અગ્રણીઓની હાજરીમાં બિરસા મુંડા સ્ટેડિયમમાં પોતાનો અમુલ્ય ફાળો આપ્યો છે.
આ કાર્યક્રમમાં સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ બચુભાઈ ભગરિયા, આદિવાસી સામાજિક ન્યાય જયેન્દ્રભાઈ ગાંવિત, પ્રકૃતિ સેવામંડળના પ્રમુખ ગમનભાઈ સમસ્ત આદિવાસી સમાજના સભ્ય કમલેશભાઈ થોરાત, ઘોટણ જિલ્લા પંચાયતના સભ્ય મિનાક્ષીબેન ગાંગોડા જેવા સ્થાનિક મહાનુભાવોએ પોતાની હાજરી આપી હતી

