કપરાડા: ગતરોજ કપરાડા તાલુકાના આંબાજંગલ ગામના કરંજપાડા ફળિયામાં ભારતીય સંસ્કૃતિને શોભનીય કાર્ય કરતાં ગૌદાન કાર્યક્રમનું આયોજન જતન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ૩૦ જેટલા સ્થાનિક જરૂરિયાતમંદ લોકોને ગૌવંશ વિતરણ કરવામાં આવ્યું હતું

આ ગૌદાન કાર્યક્રમ જતન ચેરીટેબલ ટ્રસ્ટના નૂતનબેન શેઠિયા અને ડૉ. આશા ગોહિલના અધ્યક્ષપણા હેઠળ શ્રી હાર્દિકભાઈ પટેલ, શ્રી જીતેન્દ્ર પટેલ ( હાલ કેનેડા), શ્રી છાયા પટેલ ( હાલ કેનેડા ), વરવઠના શ્રી અમરતભાઈ, શ્રી સુરેશભાઈ તથા સાવળાના શ્રી ગણેશભાઈના મદદથી સાર્થક બનાવવામાં આવ્યો હતો .

Decision News મળેલી જાણકારી પ્રમાણે આ ગૌદાન કાર્યક્રમ અંતર્ગત આંબાજંગલ ગામના  જરૂરિયાતમંદ એવાં 30 લોકોને ગૌવંશ વિતરણ કર્યા ઉપરાંત કુલ 1088 ગૌવંશ ખેતી, પશુપાલન તથા પશુસંવર્ધન માટે અંતરિયાળ પહાડી વિસ્તારોમાં લોકોને આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમ પ્રભવ હેમ કામધેનુ ગિરિ વિહાર ટ્રસ્ટ, પાલીતાણાની વાઘલધરા શાખાના શ્રી રાહુલભાઇ, શ્રી સેહુલભાઈ તથા શ્રી અનીશભાઈ શેઠિયાના સહકાર યોજવામાં આવ્યો હતો. ગામના સરપંચશ્રી અમરતભાઈ ,ઉપસરપંચશ્રી સોમનાથભાઈની તથા ગામના આગેવાનો પણ કાર્યક્રમમાં જોડાયા હતા.