ધરમપુર: હાલમાં ચોમાસું આવ્યું નહીને ખાડાઓનું અવતરણના દ્રશ્યો વાંસદા ધરમપુરના નેશનલ હાઇવે નં 56 જોવા મળી રહ્યા છે આ ખાડા ખાનપુરથી ધરમપુરથી જતા આવતા આંબાતલાટ કરજવેરી આસુરા જેવા ગામોમાં છે જેના કારણે આવનારા સમયમાં જીવલેણ અકસ્માત સર્જાવાની અણસાર દેખાય રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ધરમપુરથી વાંસદા તરફ આવતા આસુરા પુલ પાસે, કાંગવી ફાટક પાસે, કરંજવેરી ડેરી પાસે, ઢોળ ડુંગરી ફાટક પાસે, આંબાતલાટના કલ્પવૃક્ષ દુકાન પાસે, આંબા-ખાનપુરને જોડતો પુલ, ખાનપુર ટેકરા પર જેવી અનેક જગ્યાએ પડેલા ખાડાઓને કારણે મોટા વાહનચાલકો વાહનોને ખાડામાં પડતા બચાવવા રોંગ સાઈડે લાવતા હોય છે. જેના કારણે રાત્રિ દરમિયાન સામેથી આવતા બાઇક ચાલકો અને નાના વાહન ચાલકો વચ્ચે અકસ્માત સર્જાતા હોય છે. ગયા વર્ષે ત્રણથી ચાર અકસ્માત થયા હતા જેમાં બાઈક ચાલકો ગંભીર રીતે ઘવાયા હતા.
આ હાઇવે પર દર ચોમાસમાં વરસાદને કારણે હાઇવે પડતાં ખાડાઓ તમને એમ કહેવા મજબૂર બનાવે છે કે ‘રસ્તા પર ખાડા છે કે ખાડામાં રસ્તો છે’ હાઇવે ઓથોરીટી આગેવાનો ચોમાસું આવતા બહાનું કરશે કે વરસાદના પાણીમાં ડામર ચોંટતો નથી. તો ભલા માણસ હાલમાં ઉનાળો ચાલે છે ને હવે તો ડામર પાથરી શકાય ને ! પરંતુ લોકોના કહેવા અનુસાર આ ખાડા પુરવામાં તંત્રની નિષ્ક્રિયતા બંધ આખે દેખાય એવી છે. લોકો વતી Decision Newsની હાઈવે ઓથોરીટી, વાહન વ્યવહાર વિભાગ ધરમપુર, ધરમપુરના MLA અને અન્ય જવાબદાર વ્યક્તિઓને અપીલ છે જો આજ પરિસ્થિતિ રહી તો આ ખાડાઓને લીધે આવનાર દિવસોમાં કોઈ અકસ્માતમાં કોઈ નિર્દોષનો જીવ જાય તો નવાઈ નહિ. તેથી તંત્ર દ્વારા ખાડાઓ સમારકામ ઝડપથી થાય એવી લોકમાંગ છે.