વાંસદા: વર્તમાન ચાલી રહેલી મહામારીમાં લોકનેતા અનંત પટેલ દ્વારા વાંસદા-ચીખલી તાલુકામાં ગામોમાં આવેલી PHC CHC જેવા સરકારી આરોગ્ય કેન્દ્ર પર આરોગ્ય લક્ષી સુવિધાઓ હોય કે પછી ફ્રુટ વિતરણ, અનાજ કીટ વિતરણ જેવી માનવીય સેવા પ્રવૃત્તિ સતત કરવામાં આવી રહી છે તેનાથી કોઈ અજાણ નથી. જુદા-જુદા ગામોમાં વાંસદા તાલુકાના
Decision Newsને મળેલી માહિતી પ્રમાણે ગતરોજ વાંસદા તાલુકાના પાલગભાણ અને ધરમપુરી ગામમાં અનંત પટેલ દ્વારા ગરીબ વિધવા, વિકલાંગ, એકલવાયું જીવન જીવતાં વૃધ્ધો, જમીન વિહોણા, ખેત મજૂરોને અનાજની કીટ સાથે જીવન જરૂરીયાતની વસ્તુંનું વિતરણ કરવામાં આવ્યું હતું જેનાથી આ મહામારીના કપરા સમયમાં આવા સામાન્યજન પોતાનું જીવન ગુજરાન ચલાવી શકે.
લોકોનું કહેવું છે કે ‘અમારી કપરી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવાવાળા તો ઘણાં નેતાઓ આવ્યા પણ ગરીબને કોળીયો આપવાવાળો લોકનેતા આજે આવ્યો’ આ માનવસેવાના કાર્યમાં અન્ય કોંગ્રેસીના લોક પ્રતિનિધિ સામેલ થયા હતા.