ડાંગ: વર્તમાન સમયમાં કોરોના મહામારીના કારણે વઘઈ તાલુકાના સામાન્યજનના ધંધા રોજગાર છીનવાઈ ગયા છે આ બાબતે સ્થાનિક પ્રશાસન આ ગરીબ પ્રજાને રોજગારીની સુવિધા મળી રહે એ પ્રકારનું જલ્દીથી આયોજન કરવા બહુજન સમાજ પાર્ટી દ્વારા સામાજિક ઉત્થાન માટે વઘઇના મામલતદારને આવેદનપત્ર આપ્યું છે.
Decision News સાથે વાત કરતા બહુજન સમાજ પાર્ટીના યુવા મહામંત્રી રજણેશ ગામીન જણાવે છે કે હાલમાં વઘઈ તાલુકામાં સ્થાનિક સ્તરે કોરોનાના કારણે દરરોજ ધંધા-મંજુરી કરતા લોકોની રોજગારી છૂટી ગઈ છે જેના લીધે રોજ કમાઈ રોજ ખાતા લોકોને ભૂખે મરવાના દિવસો આવ્યા છે આ કપરા સમયમાં પ્રશાસને તેમના તરફ મદદનો હાથ લંબાવવો જોઈએ એટલે કે તેમને રોજગારી આપવાના વિકલ્પો જેમ કે તેમના પર જોબ કાર્ડ હોય તો તેમના માટે કામની વ્યવસ્થા ઉભી કરી તેમને રોજગારી આપવી જોઈએ
વઘઈ તાલુકાના બસપાના ઉપ પ્રમુખ મહેશભાઈ ગામીનનું કહેવું છે કે જ્યાં સુધી પ્રશાસન આ સામાન્યજનની રોજગારીની સુવિધા પૂરી ન પાડે ત્યાં સુધી તેમને બેકારી ભથ્થું આપી તેમના જીવન ગુજરાન ચલાવવામાં સહાય પૂરી પાડવામાં આવે એવી અમારી સ્થાનિક પ્રશાસનને અપીલ છે.