ગુજરાતમાં કોરોનાના કારણે છેલ્લા દોઢ વર્ષ કરતા વધુ સમયથી ભરતી પ્રક્રિયાને લઈને કોરોના કેસ ઘટતા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી પરીક્ષાઓને યોજવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનાથી ગુજરાતમાં સરકારી નોકરી માટે તૈયારી કરી રહેલા યુવાનોમાં ખુશીની લહેર જોવા મળી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વિવિધ ભરતી પરીક્ષાના ફોર્મ ભરાઈ ગયા હોવા છતાં કોરોના કેસ વધતા પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી. પરંતુ હવે સરકાર દ્વારા હાલમાં લેવાયેલા નિર્ણયથી GPSCની પરીક્ષાની તૈયારી કરતા લોકો માટે આશાનું કિરણ જાગ્યું છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન દિનેશ દાસાએ જણાવ્યું કે જે સરકારી વિભાગોમાં જગ્યાઓ ખાલી પડી હતી એમાં ભરતી કરવા માટે GPSC એ કેલેન્ડર જાહેર કર્યું હતું અને મોટી સંખ્યામાં પરીક્ષાઓ જાહેર કરી દીધી હતી અને તેના ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ પૂરી કરી દેવામાં આવી હતી હવે GPSC પણ જૂન મહિનાથી ભરતી પરીક્ષા શરૂ કરવામાં આવશે. ગુજરાતમાં ફોરેસ્ટ ઓફિસર, આસિસ્ટન્ટ ઈજનેર GMC, પોલીસ ઈન્સ્પેક્ટર (ફિઝિકલ), વર્ગ-1 અને 2(મેઈન્સ), એસટીઆઈ (મેઈન્સ), ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ- 3, ખેતી અધિકારી વર્ગ 2, એઆરટીઓ, સંશોધન અધિકારી વર્ગ-2, ટેક્નિકલ પોસ્ટની અન્ય 12 પરીક્ષાઓ યોજાઈ શકે છે .