ડાંગ: ગતરોજ ડાંગ જિલ્લાનાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ચાલતી આર.એમ.એસ.એ શાળાઓના કાયમી શિક્ષકોની અભાવે શિક્ષણકાર્ય કરતાં પ્રવાસી શિક્ષકોનાં 6 માસનું બાકી વેતન બાબતે ડાંગ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ડાંગ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
Decision Newsને મળેલી માહિતી અનુસાર ડાંગનાં પ્રવાસી શિક્ષકોને 2019ના ઓક્ટોબરથી લઈને 2020ના માર્ચ મહિના સુધીનો પગાર ભથ્થું મળ્યું નથી. આ ફરિયાદ લઇ પ્રવાસી શિક્ષકો દ્વારા વારંવાર સર્વ શિક્ષા અભિયાનની શાખામાં રજૂઆત કરવા છતાં પણ કોઈ પરિણામ હજુ સુધી આવ્યું નથી. આ બાબતે ડાંગ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ મનિષ મારકણાએ આ પ્રવાસી શિક્ષકોને પોતાના હકનું વેતન મળે એવા શુભ આશય સાથે કલેક્ટર ભાવિન પંડ્યાને આવેદનપત્ર આપ્યું હતું.
મનિષ મારકણાએ Decision News સાથે વાત કરતા જણાવ્યું કે જો ડાંગના આ પ્રવાસી શિક્ષકોને આવનારા 15 દિવસમાં વેતન ન ચૂકવવામાં આવે તો 16માં દિવસે આમ આદમી પાર્ટી દ્વારા ધરણા કાર્યક્રમ યોજવામાં આવશે જે સંદર્ભે વહીવટીતંત્ર જવાબદાર રહશે

