વલસાડ: ગત રોજ વલસાડના ભાજપ પક્ષ દ્વારા ખુબ જ નિષ્ઠાવાન, સેવાભાવી એવા મયંક પટેલ અને પ્રભાકર યાદવ નામના બે યુવાનોને વલસાડ જિલ્લા યુવા ભાજપનાં મહામંત્રી બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી જેના કારણે પારડી ધરમપુર તાલુકાના લોકોમાં અને વલસાડ તાલુકાના ભાજપના કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

Decision Newsને મળેલી માહિતી અનુસાર મયંક પટેલ અને પ્રભાકર યાદવ છેલ્લા ઘણાં વર્ષોથી ભાજપના વફાદાર કાર્યકર તરીકે ફરજ બજાવી રહ્યા હતા આ બંનેનો જુસ્સો અને લોકસેવાની ભાવના અને ભાજપમાં પક્ષમાં એમની અખૂટ શ્રધ્ધા અને પક્ષને મજબુત બનાવવાની એમની ઈચ્છાશક્તિને જોઇને આ બંને યુવાનોને આ પદ સોપવામાં આવ્યું છે. આ યુવાનોએ ભાજપના વિકાસના તેમજ ભાજપ સરકારની વિકાસ યોજનાઓને અનેક લોકો સુધી પોહચાડી અને લોકોના કામો કરી લોકચાહના મેળવી છે.

વલસાડમાં ધારાસભ્યની, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામપંચાયતની ચુંટણી હોય આ બંને યુવાનોએ ભાજપ પક્ષને સત્તામાં લાવવામાં પોતાનું અમુલ્ય યોગદાન આપ્યું છે આવા કર્મનિષ્ઠ યુવાનોની વલસાડ જિલ્લાના યુવા ભાજપના મહામંત્રી પસંદગી કરતા ભાજપ પક્ષના આગેવાનો અને કાર્યકરો ભાજપ પક્ષના હોદ્દેદારો દ્વારા લેવાયેલા નિર્ણયની પ્રશંસા કરી ગર્વ અનુભવી રહ્યા છે.