વલસાડ: છેલ્લા દિવસોમાં વલસાડના કપરાડા તાલુકામાં દીક્ષલ ગામમાં એક તરફ તોકતે વાવાઝોડાએ પોતાનું કહેર વરસાવ્યું હતું અને બીજી તરફ હાલમાં ગામના લોકોના પાલતું પ્રાણીને મારી એક દીપડો પોતાનું આતંક ફેલાવી રહ્યાની ફરિયાદ સામે આવી રહી છે. ગામના લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે.
Decision Newsને મળેલી માહિતી અનુસાર વલસાડના દિક્ષલ ગામમાં તોકતે વાવાઝોડા સમયથી લઈને અત્યારે હાલ પર્યંત સુધી ઘરોમાં ઘૂસીને બકરાઓનો શિકાર કરી આતંક ફેલાવતો દીપડા ખુલ્લેઆમ ફરી રહ્યાનું લોકો જણાવી રહ્યા છે. આ બાબતે સ્થાનિક ફોરેસ્ટર વિભાગને જાણ કરવામાં આવી હતી એમના દ્વારા આ દીપડાને પકડવા આયોજન બદ્ધ પાંજરો મુકવામાં આવ્યું હતું પણ અત્યાર સુધી આ ચાલક દીપડોને ફોરેસ્ટર વિભાગ પાંજરે પુરી શક્યું નથી.
ગામના જાગૃત યુવાન રમેશભાઈ જાદવ Decision Newsને જણાવે છે કે હાલમાં ગામના ખેડૂત સુભાષભાઈ કાશીરામભાઈ તાકડએ પોતાની બે બકરી ગુમાવી આ દીપડાના આતંકના ભોગ બની ચૂકયા છે ગામમાં અન્ય પશુપાલકોમાં પણ ભયનું વાતાવરણ પ્રસરી ગયું છે લોકો જવાબદાર ફોરેસ્ટર વિભાગને વાંરવાર જાણ કરવા છતાં એમના દ્વારા જુઠા દિલાસા સિવાય ગામના લોકોને હજુ સુધી કાંઈ મળ્યું નથી. હવે જોવું રહ્યું કે આ ગામમાં દિપડાના આતંકનો સિલસિલો ક્યાં સુધી ચાલશે.

