માંડવી: ગતરોજ માંડવી પોલીસ દ્વારા હરિયાલ ગામની સીમમાં 1.92 લાખનો વિદેશી દારૂ ભરેલ GJ-05-બીBZ-3711 નંબરનો એક છોટા હાથી ટેમ્પો ઝડપી પાડયો હતો પણ ટેમ્પાનો ચાલક ફરાર થઇ જતા તેને વોંટેડ જાહેર કરવામાં આવ્યો છે.
મળેલી માહિતી મુજબ માંડવી પોલીસ સ્ટાફના માણસો બાતમી મળતા તેમણે કીમ માંડવી રોડ ઉપર હરિયાલ ગામની સીમમાં વોચ ગોઠવી આ દરમ્યાન બાતમી વર્ણન મુજબનો ટેમ્પો નંબર GJ-05-BZ-3711 આવતા તેને અટકાવવાનો પ્રયાસ કર્યો પણ ટેમ્પો ચાલક પોતાનું વાહન લઇ ભાગ્યો પણ પોલીસે પીછો કરતા ટેમ્પો ચાલક હરિયાલ ગામની સીમમાં સાનીકા મીલની સામે રસ્તા ઉપર ટેમ્પો મૂકી ભાગી છૂટ્યો હતો.
પોલીસે ટેમ્પામાં તપાસ કરતા ટેમ્પામાં સંતાડેલ વિદેશી દારૂ તેમજ બીયરની કુલ 1728 બોટલ કિંમત રૂ. 1.92 લાખનો જથ્થો મળ્યો હતો. પોલીસે વિદેશી દારૂ તેમજ ટેમ્પો મળી કુલ 2.92 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ ટેમ્પો ચાલક વોંટેડ જાહેર કરી વધુ તપાસ આદરી છે.