ચીખલી: વર્તમાન સમયમાં આપણા દક્ષિણ ગુજરાતમાં પણ કોરોના વાયરસની સાથે સાથે મ્યુકોરમાઇકોસીસ (કાળી ફંગસ) નામના રોગ પણ ફેલાઈ રહ્યાના કિસ્સાઓ દિવસેને દિવસે પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે ગતરોજ ચીખલી તાલુકા કોંગ્રેસએ મ્યુકોરમાઇકોસીસ રોગની ખાનગી તથા સરકારી હોસ્પિટલોમાં નિ:શુલ્ક સારવાર થાય એ માટે આવેદનપત્ર આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે મ્યુકોરમાઇકોસીસ નામનો આ રોગના શરૂઆતના સ્ટેજમાં જો સારવાર ના મળે તો આ રોગ વધારે ઘાતક બને છે તેમજ આ રોગનો ખર્ચ પણ વધારે થાય છે. હાલમાં જ રાજસ્થાનની સરકારે ચિરંજીવી યોજના હેઠળ મ્યુકરમાઈકોસીસ (કાળી ફંગસ)ની સારવાર ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં નિઃશુલ્ક કરવાની જાહેરાત કરી છે.  જો ગુજરાત સરકાર પણ આવી જ કોઈ યોજના હેઠળ મ્યુકરમાઈકોસીસ (કાળી ફંગસ)ની સારવાર ને ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ફ્રી કરવાની જાહેરાત કરે તો લોકો હાશકારો અનુભવશે.

Decision Newsને ચીખલી કોંગ્રેસના પ્રમુખ શૈલેશ પટેલ જણાવ્યું કે હાલમાં કોરોનાના રસીકરણ ની જેમ મ્યુકરમાઈકોસીસ (કાળી ફંગસ)ને પણ સરકાર દ્વારા નિઃશુલ્ક કરવામાં આવવું જોઈએ આ ઉપરાંત હાલમાં આ વિસ્તારમાં વેકસીનનો જથ્થો પણ પૂરતા નથી તો વહેલી તકે વેકસીનનો જથ્થો પૂરતા પ્રમાણ આપવામાં આવે એવી માંગ કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ આવેદનપત્ર આપવા પ્રસંગે તાલુકા કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ, માજી પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, એન.એસ.યુ.આઈ પ્રમુખ અમીષભાઈ સહિતના કોંગ્રેસી કાર્યકરોએ હાજરી આપી હતી.