ચીખલી: આજરોજ નવસારીના ચીખલી તાલુકાના છેવાડે આવેલા માંડવખડક ગામમાં રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગ અને કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટના સંકલન દ્વારા કોરોના મહામારી દરમિયાન જરૂરીયાત મંદ પરિવારોને અનાજકીટનું વિતરણ કરવામાં આવ્યું છે.
Decision Newsને મળેલી માહિતી પ્રમાણે આજરોજ ૯:૩૦ કલાકેથી ચીખલી તાલુકાના માંડવખડક ગામમાં રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગ અને કોહેઝન ફાવન્ડેશન ટ્રસ્ટના સંકલન દ્વારા ૯:૩૦ કલાકે થી લઈને ૪:૩૦ કલાકના સમયગાળામાં ગામના જરૂરિયાતમંદ લોકો જેમાં એકલવાયું જીવન જીવતાં વડીલો, વિધવાઓ અને નિરાધાર વૃધ્ધો વગેરે ૧૨૫ જેટલા પરિવારોને અનાજકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ અનાજ કીટમાં ૧ કિ.ગ્રા ખાંડ, ૧ કિ.ગ્રા નમક ૧ કિ.ગ્રા દાળ ૫ કિ.ગ્રા ઘઉંનો લોટ ૧ કિ.ગ્રા તેલ વગેરે રોજિંદુ ઉપયોગી ભાથાનો સમાવેશ થાય છે.
માંડવખડકની ગ્રામપંચાયત પર યોજાયેલા અનાજકીટ વિતરણ પ્રસંગે કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટના સભ્યો ગામના સરપંચશ્રી ગામના જાગૃત યુવાન અશ્વિન પટેલ અને અન્ય ગામના વડીલો અને યુવા મિત્રોએ પણ પોતાની હાજરી આપી હતી











