ધરમપુર: આજરોજ કોરોના મહામારીમાં સમસ્ત આદિવાસી સમાજ અને ધરમપુર આદિવાસી એકતા પરિસદ દ્વારા ધરમપુરના તાલુકાના નાનીઢોલ ડુંગરી ગામમાં આર્થીક રીતે ખુબજ મુશ્કેલીમાં જીવન ગુજારતા લોકોને અનાજ કીટનું વિતરણ કરવામાં અઆવ્યું હતું.
ધરમપુરની નાનીઢોલ ડુંગરી તાલુકા પંચાયત સીટમાં આવતા ગામમાં સમસ્ત આદિવાસી સમાજ અને ધરમપુર આદિવાસી એકતા પરિસદ દ્વારા અનાજકીટ( ઘઉંનું લોટ, તેલ, ખાંડ, મીઠું) કોરોના મહામારીમાં 60 જેટલા પરિવારો, વિધવા બહેનોને અનાજ કીટ આપવામાં આવી હતી.
આ અનાજ કીટ વિતરણમાં ધરમપુર આદિવાસી એકતા પરિસદના પ્રમુખશ્રી કમલેશભાઈ પટેલ, પ્રયાગભાઈ, મોટીઢોલ ડુંગરીના સરપંચશ્રી નવીન પવાર, મુકેશભાઇ, લાલાભાઈ, પ્રશાંતભાઈ નાની ઢોલડુંગરી તાલુકા પંચાયત આદીવાસી અપક્ષ સદસ્ય ધરમપુર કલ્પેશ પટેલ જોડાયા હતા.
![](https://decisionnews.in/wp-content/uploads/2021/07/adivasi-bank-add-change-1.gif)
![](https://decisionnews.in/wp-content/uploads/2021/02/Narsari-buttom_.gif)