વલસાડ: વલસાડના ધરમપુર તાલુકામાં સ્થાનિક સ્તરે એક મહિનાથી સ્વૈચ્છિક લોકડાઉનના કારણે ધરમપુર તાલુકાના ભવાડાતલાટ ગામમાં દિવાળીબેન ટ્રસ્ટ તરફથી જરૂરિયાતમંદોના જીવન ગુજરાન આગળ ધપાવવા અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું.

મળેલી માહિતી અનુસાર ધરમપુર તાલુકામાં છેલ્લા બે મહિનાથી ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ ખુબ જ હતું જેના કારણે સ્વૈચ્છિક લોકડાઉન લગાવવાની લોકોને પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવી હતી જેના લીધે સવારમાળ,ખાંડા, ભવાડા, બોપી જેવા અનેક ગ્રામ્ય વિસ્તારોના લોકોના ધંધા રોજગાર બંધ હાલતમાં હતા આ સંજોગોમાં ખેતમજુરો, વિધવા તેમજ એકાવાયું જીવન નિર્વાહ કરતા વૃદ્ધોનોની સ્થિતિ મુશ્કેલી ભરી થઇ ગઈ હતી આવા સમયે દિવાળીબેન ટ્રસ્ટ તરફથી તેમની ખાવાની મુશ્કેલી જોઈ આવા લોકોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું. તેમજ દિવાળીબેન ટ્રસ્ટ તરફથી સરપંચશ્રી રમેશભાઈ ગાયકવાડને માસ્ક પણ આપવામાં આવ્યા, જેનું વિતરણ ગામના જરૂરિયાતમંદ લોકોને પહોચાડી કોરોના મહામારીથી બચવા પણ કહ્યું.

આ લોકસેવાના કાર્યમાં વિશાલભાઈ, ભુપેન્દ્રભાઈ ભવાડા ગામના સરપંચશ્રી રમેશભાઈ ગાયકવાડ અને ગામના આગેવાન જેવાકે શંકરભાઈ.જે ગાયકવાડ, જીતેન્દ્રભાઈ ગાયકવાડ, જગદીશભાઈ, મીતેશભાઇ, ય્ક્ષદીપભાઈ જેવા આગેવાનો પણ સાથે જોડાયા હતા.