પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

સુબીર: દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ઝાંખરાઇ બારી સરહદી વિસ્તાર ખાતે આવેલ ફોરેસ્ટ ચેકીંગ નાકા પાસે સુબીર પોલીસ સ્ટાફ દ્વારા રાત્રીના ૧૦ વાગ્યાના સમયગાળા ચેકીંગ કરતાં ૧૫ હજારના દારૂ સાથે આરોપી ઇસમ પકડાયો હતો.

Decision Newsને સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સુબીર તાલુકાના ઝાંખરાઇ બારી સરહદી વિસ્તાર ખાતે આવેલ ફોરેસ્ટ ચેકીંગ નાકા પાસે ચેકીંગ દરમિયાન મહારાષ્ટ્ર તરફથી સુપર સ્પેલન્ડર લઇ એક બાઈક ચાલક પસાર થયો હતો આ મોહમ્મદબીલાલ સુલ્તાન પઠાણ નામના બાઇક ચાલક પાસે વિમલના થેલામાં કોઈ ગેરકાયદેસર વસ્તુ હોવાની પોલીસને શંકા જતા બાઇક ચાલકને રોકી થેલાની અંદર તપાસ કરતા ટેગો પંચ નામની વિદેશી બ્રાન્ડની બોટલ નં. ૧૪૦ જેની બજાર કિંમત ૭૨૮૦ બાઇક કિ. ૧૫ હજાર મોબાઈલ ૦૧. હજાર સહિત કુલ ૨૩૨૮૦ નો મુદ્દામાલ કબજે કરી બાઇક ચાલકની સઘન પુછપરછ કરતા દારૂની બોટલ પીંપલનેર બારમાથી ખરીદી હોવાનુ કબૂલ્યું હોવાનું જાણવા મળે છે.

આ ઘટના સંદર્ભે સુબીર પોલીસ દ્વારા ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા આહવામાં રહેતા મોહમ્મદબીલાલ સુલ્તાન પઠાણ નામના ઇસમની કોરોના સેમ્પલ રીપોર્ટ ટેસ્ટ કરાવી ગુના નોંધી તેની અટક કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.