ધરમપુર: વર્તમાન સમયમાં કોરોના મહામારીએ અત્યાર સુધી હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અમુક ઘટનાઓ એવા પણ સંભાળવા કે વાંચવા મળ્યા છે કે પોતાના પરિવારજનો કોરોના પોઝિટીવ આવતા ઘણાં લોકો હતાશામાં માનસિક સંતલન ગુમાવી દીધી છે. ગતરોજ ધરમપુર તાલુકામાં માતાને કોરોના પોઝિટીવ આવતા એક પુત્રે માનશીક સંતુલન ગુમાવી આપઘાત કરી લીધાની ઘટના બહાર આવી છે.
Decision Newsને ઘટના સ્થળ પાસેના સ્થાનિક સુત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે ધરમપુર તાલુકાના ગાર્ડન રોડ, ધર્મુદાદા પાર્ક સોસાયટીની સામે રહેતા પાર્થસિંહ કુમારપાળ બારડનીની માતા ચાર દિવસથી બીમાર હોવાના કારણે તેમને હોસ્પીટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા ત્યાં તેમનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતા પાર્થસિંહભાઈ ટેન્શનમાં આવી પોતાનું માનશીક સંતુલન ગુમાવી બેઠા હતા અને ગતરોજ તાજા મળેલી જાણકારી અનુસાર તેમણે પોતાના ઘરના માળ ઉપરના રૂમમાં લોખંડના એંગલ સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધાની ખબર ધરમપુરના સમગ્ર પંથકમાં વહેતી થઇ છે.
આ ઘટના અંગે મૃત્યુ પામનાર પાર્થસિંહના પિતાશ્રી કુમારપાળ સતીષચન્દ્ર બારડે દ્વારા ધરમપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતક યુવક પાર્થસિંહ આકસ્મિક મોતની ફરિયાદ નોંધી આગળની તપાસની કાર્યવાહી હાથ ધરી છે.

