પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

નવસારી: કોરોના મહામારીના કારણે છેલ્લા એક દોઢ વર્ષથી સ્કૂલો અને કોલેજો ચાલુ બંધ ચાલુ બંધ થઇ રહી છે ત્યારે વિધાર્થીઓમાં અભ્યાસને લઈને ખાસ્સો માનશિક તાણ જોવા મળી રહ્યો છે ત્યારે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના કોલવા ગામે અંબિકા ફળિયામાં રહેતી 18 વર્ષની કાેલેજની છાત્રાએ ઓનલાઈન અભ્યાસના ટેન્શનમાં રસોડાના સિલીંગ પર દોરડું બાંધી ફાંસો ખાઇ આત્મહત્યા ઘટના પ્રકાશમાં આવી છે

Decision Newsને મળેલી માહિતી અનુસાર નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના કોલવા ગામે અંબિકા ફળિયામાં રહેતી કોલેજમાં એસ.વાય. બીકોમ માં ભણતી છાત્રા ક્રિષાબેન અરવિંદભાઈ રાઠોડ (ઉ.વ. 18)એ ઓનલાઈન અભ્યાસના ટેન્શનમાં રસોડાના સિલીંગ પર દોરડું બાંધી ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.આ અંગે તેમના પિતા  અરવિંદભાઈ ડાહ્યાભાઈ રાઠોડ દ્વારા ગણદેવી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ક્રિષાબેન હાલમાં કોલેજ બંધ  હોવાના કારણે ઘરેથી જ ઓનલાઈનથી અભ્યાસ કરતી હતી. ઓનલાઇન અભ્યાસને પગલે તે કાયમ ટેન્શનમાં રહેતી હતી. આ ટેન્શનમાં જ ક્રિષાબેને આત્મહત્યાનું પગલું ભરી લીધું હોવાનું કહેવાય રહ્યું છે.

ક્રિષાબેનના આપઘાત અંગે તેમના પિતા અરવિંદભાઈ ડાહ્યાભાઈ રાઠોડ દ્વારા નોધવામાં આવેલી ફરિયાદ પરથી ગણદેવી પોલીસે પોતાની કાર્યવાહી હાથ ધરી આપઘાત પાછળ કયા સાચે જ કારણો જવાબદાર હતા તેની તપાસ કરવામાં આવી રહી છે.