વાંસદા: છેલ્લા બે દિવસો દરમિયાન તોકતે વાવાઝોડાએ દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લાઓમાં પોતાનું કહેર વર્તાવ્યું છે તેમાં ગતરોજ આવેલા વાવાઝોડાએ વાંસદા તાલુકામાં રાણીફળીયા ગામના ગડગાબારી વિસ્તારમાં રહેતી ૮૦ વર્ષીય એકલવાયું જીવન જીવતી દાદીમાં ઘર છીતર-ભીતર કરી નાખ્યાની ઘટના પ્રકાશમાં આવી છે.

Decision Newsને પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર વાંસદા તાલુકાના રાણીફળીયા ગામના ગડગાબારી વિસ્તારમાં રહેતી ૮૦ વર્ષીય એકલવાયું જીવન ગુજારાતી વૃદ્ધ મહિલા શાંતિબેન બાબરભાઈ પટેલનું ઘર સવારે આઠ વાગ્યાના અરશામાં આવેલા તોકતે વાવાઝોડાના તોફાનમાં તૂટી પડયુ હોવાની જાણવા મળે છે પણ રાહત અને સદનસીબની વાત એ બની કે આ ઘટના બની ત્યારે શાંતિબેન ઘરમા હાજર નોહતા એ કોઈ કામ અર્થે બહાર ગયા હતા અને જાનહાની ટળી હતી.

આ વાવાઝોડા સર્જિત ઘટનામાં દાદીમાના આખું ઘર ભોય ભેગું થઇ ગયું હતું જેના કારણે ઘરમાં રહેલ ઘરવખરીના અને પોતાના સામનનું નુકસાન થયાનું દાદીમાં જણાવે છે. હવે આ નીરાધાર બનેલ દાદીમાંના વહારે કોણ અને ક્યારે આવશે..