નિઝર: આપણા વડીલો એવું કહેતા કે સૌ દર્દની દવા મળશે પણ વહેમની દવા નથી આજ વાક્યને સાર્થક થતું હોય તેમ સોનગઢના ચીખલીપાડા ગામમાં એક પતિએ પત્ની આડા સબંધના વહેમમાં પત્નીની ક્રુરતા પૂર્વક હત્યા કરી નાખવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે
Decision Newsને મળેલી તાજા જાણકારી અનુસાર ચીચલીપાડા ગામના ભરતભાઈ પાડવી પત્ની સીતાબેન બંને ખેત મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમને એક પુત્રી અને બે પુત્ર એમ ત્રણ બાળકો છે તેઓ ગતરોજ ખેતર મજુરી કરવા સાથે ગયા હતા કામ કરતાં-કરતાં વાતચીત દરમિયાન ભરતભાઈએ તારા (પત્ની)ના કોઈ સાથે આડાસંબંધ છે એવો મુદ્દો ઉઠાવી પતિએ પત્ની સીતાબેન જોડે તકરાર કરી અને તકરારે મોટું સ્વરૂપ ધારણ કરી લેતા ભરતભાઈએ આવેશમાં આવી ચીખલીપાડાની સીમમાં જ રાજકુમાર પ્રતાપના શેરડીના ખેતરમાં લોખંડની હથોડી વડે સીતાબેનના માથા અને ચહેરાના ભાગે ઘા કર્યા હતા. હાલમાં જીવલેણ ઘા થી સીતાબેનનું મૃત્યુ થયાની જાણકારી પ્રાપ્ત છે.
આ અમાનવીય કૃત્ય કર્યા પછી ભરતભાઈએ પોતે પણ ઝેરી દવા પીને આપઘાત કરવાની કોશિશ કરી હતી. આ ઘટનાની જાણકારી મળતા નિઝર પોલીસને તાત્કાલિક ઘટના સ્થળે પોહચી ગઈ હતી અને આરોપી ભરતભાઈ વિરુદ્ધ વિરુદ્ધ કલેક્ટરના જાહેરનામા ભંગ કર્યાનો ગુનો કર્યો નોંધી આરોપીને સારવાર હેઠળ નંદુરબાર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પણ ત્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયાના સમાચાર છે. આ સમગ્ર ઘટના પાછળ કઈ બાબતો જવાબદાર બની છે એ સત્ય તપાસવા નિઝર પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.