હાલમાં દેશના મોટાભાગના રાજ્યોના શહેરોની સાથે સાથે ગામડામાં અને આદિવાસી વિસ્તારોમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે સ્વાસથ્ય મંત્રાલયે આ વિષે જણાવ્યું કે પ્રાઈમરી લેવલના હેલ્થ કેયર ઈંફ્રાસ્ટ્રક્ચરને શહેરી, ગ્રામિણ અને આદિવાસી વિસ્તારોમાં મજબૂત બનાવવાની જરૂર છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે ગ્રામિણ અને આદિવાસી વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ રોકવા માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ ગાઈડલાઈન અંતર્ગત ગ્રામિણ સ્તરે કોરોના અટકાવવા માટે સ્વાસ્થ્ય સુવિધાની માળખાગત યોજના, સર્વિલાંસ, સ્ક્રનિંહ, હોમ અને કમ્યુનિટી આધારિત આઈસોલેશન પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે.