ગુ.મિત્ર ફોટોગ્રાફ્સ

ડાંગ: વર્તમાન સમયમાં જયારે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં કોરોના કેસો ઘટી રહ્યા છે પણ નવા કેસો મોટા પ્રમાણમાં આવી રહ્યા છે ત્યારે ડાંગના જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ડી.સી.ગામીત તરફથી મળેલી માહિતી અનુસાર ડાંગ જિલ્લામાંથી કોરોનાના ગતરોજ એક પણ નવો કેસ નોંધાવાના કારણે તંત્રએ રાહત અનુભવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ડાંગમાં થોડા સમય પહેલા કુલ 628 કેસો નોંધાયા હતા જેમાંથી 556 દર્દીઓને સાજા થઇ રાજા લીધી હતી. હાલમાં 72 એક્ટિવ કેસ નોંધાયાની જાણકારી છે જેમાંથી 6 દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમાં, 8 દર્દીઓ કોવિડ કેર સેન્ટર સેવાધામમાં અને 58 દર્દીઓને હોમ આઇસોલેશનમાં છે. કોરોના સંક્રમણને રોકવા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા હાલમાં 882 વ્યક્તિઓને હોમ કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે વેક્સિનેસનની વાત કરવામાં આવે તો ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં  2101 (84 ટકા) હેલ્થ કેર વર્કરો, 4919 (98 ટકા) ફ્રન્ટ લાઇન વર્કરો, અને 28052 (45+) 48 ટકા નાગરિકો મળી કુલ 35072 લોકોને વેક્સિન આપી દેવાઈ છે.