વલસાડ: દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો માટે એક તરફ કોરોના મહામારી તો બીજી તરફ અને બીજી તરફ વાવાઝોડાની આગાહી સાથે વહેલા વરસાદની સંભાવનાના પગલે પોતાની વાડીમાંથી કેરી ઉતારનારા ખેડૂતો મોટી મુંઝવણ ઉભી થઇ છે.
Decision Newsને મળેલી માહિતી અનુસાર હાલમાં વલસાડ જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ હજી સુધી આંબા ઉપરથી કેરીને બેડવાની શરૂવાત કરી નથી. દર વર્ષે એક અંદાજ મુજબ વલસાડ જિલ્લામાંથી 33 હજાર હેકટરમાં કેરીનો પાક લેવાઈ છે પરંતુ હાલમાં તેમાંથી માર્કેટમાં અમુક અંશેમાં જ કેરીનો માલ આવ્યો છે મોટાભાગની કેરીઓ હજુ ઝાડ પર જ છે. આવા સમયે આવનારા બે દિવસમાં રાત્રીએ વાવાઝોડાના કારણે મોટાપાયે કેરીના પાકને નુકશાન થવાની સંભાવના ખેડૂતો સેવતા દેખાય છે.
હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આ તૌક્તે વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાત અને સંઘપ્રદેશ દમણના દરિયા કાંઠા વિસ્તારના ગામોના ગામોમાં થઇ શકે છે એના કારણે દરિયા કિનારેના ગામોના ખેડૂતોમાં કેરીના પાકને લઈને મોટું નુકશાન થવાનો ભય એમના ચેહરા પર સાફ-સાફ વર્તાય રહ્યો છે.