ગુજરાત: આજરોજ સરકારની મળેલી બેઠકમાં હાલમાં ચાલી રહેલા કોરોના કલાને ધ્યાનમાં રાખીને ધોરણ 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં નહિ આવે ધોરણ 12ના વિધાર્થીઓની પરીક્ષાઓનું આયોજન કોરોનાની સ્થિતિ થાળે પડ્યા બાદ ધો.12 ની પરીક્ષા ક્યારે લેવી તે અંગે નિર્ણય કરવામાં આવશે.
Decision Newsને મળેલી તાજા જાણકારી પ્રમાણે આજની બેઠકમાં ધો.12 ના વિદ્યાર્થીઓ ને ધોરણ 10 જેમ માસ પ્રમોશન આપવું કે ન આપવું ચર્ચા કરવામાં આવી હતી જેમાં સર્વ સંમિતિથી ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં માસ પ્રમોશન નહી આપવાનો નિર્ણય કરાયો છે. કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં આવ્યા પછી પરીક્ષા લેવામાં આવશે તેવું કોર કમિટીની બેઠકમાં નક્કી કરાયું છે.
ગુજરાતમાં પહેલા જ ધોરણ 1થી9 અને 11માં માસ પ્રમોશન અપાયું છે અને હાલમાં જ હવે ધોરણ 10માં પણ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ધોરણ 12ની પરીક્ષા મુદ્દે મુખ્યમંત્રી વિજય રુપાણીએ જણાવ્યું કે ધોરણ 12ની પરીક્ષામાં માસ પ્રમોશન આપવાથી કોલેજ પ્રવેશમાં મુશ્કેલી સર્જાઈ શકે છે, જેના કારણે શિક્ષણ વિભાગના અધિકારીઓ અને શિક્ષણમંત્રી સાથેની બેઠક બાદ ધોરણ 12ની પરીક્ષા યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આવનારા દિવસોમાં ધો.12 ના વિદ્યાર્થીઓને તારીખ જણાવવામાં આવશે.