વલસાડ: આજે સમગ્ર ગુજરાતમાં અખાત્રીજની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતના વલસાડ જિલ્લાના આદિવાસીઓ પણ પોતાની પ્રાચીન પરંપરા પ્રમાણે ચાલી આવેલા નીતિ-નિયમો અને ધારા-ધોરણો મુજબ આ તહેવારની ઉજવણી કરી રહ્યા છે.

Decision Newsની ટીમે વલસાડમાં અખાત્રીજ ઉજવતા કપરાડા તાલુકાના માતુન્યા ગામની મુલાકાત લીધી તેમાં જાણવા મળ્યું કે પ્રાચીન સમયથી આ ગામમાં રહેતા આદિવાસી લોકો પોતાના પૂર્વજો દ્વારા શીખવાયેલા સંસ્કારો અને અખાત્રીજના પરંપરાગત નીતિ- નિયમો મુજબ વર્ષોથી ઉજવી રહ્યા છે ત્યાંના સ્થાનિક લોકોનું કહેવું છે કે અઠવાડિયા પહેલા વાલ, અડદ, તુવેર, ભાત, નાગલી, જુવાર, ચોળી વગેરે એક લાકડાના વાસણમાં વાવણી કરવામાં આવે છે અખાત્રીજના દિવસે એને ખોલીને જોવામાં આવે છે એના આધારે આખા વર્ષ દરમિયાન આ વર્ષમાં કયા ધાન સારા થશે અને કયા નબળા રહેશે તેનો અંદાજો લગાવવામાં આવે છે આ ઉપરાંત આ દિવસે પિતૃઓને રીત-રીવાજો દ્વારા પૂજા અર્ચના તેમના પર આશીર્વાદ માંગવામાં આવે છે કે આ વર્ષ દરમિયાન અમારા પરિવાર અને અમારા ધાનનું રક્ષણ કરજો. પછી પિતૃદેવોને જમણ કરાવવામાં આવે છે અને જમણ થઇ ગયા બાદ ઉગેલા ધાનનો આદિવાસી વાજા-વાજીત્રો સાથે નાચ-ગાન સાથે વરઘોડો કાઢવામાં આવે છે ત્યાર બાદ પ્રકૃતિને અર્પણ કરી દેવામાં આવે છે.

આદિવાસી દ્વારા પરંપરાગત ઉજવાતા આખાત્રીજના તહેવાર વિષે વધુ માહિતી આપતા વલસાડના કપરાડા તાલુકાના બે સમાજિક  આગેવાનો શું કહે છે જુઓ આ વિડીયોમાં..