વાંસદા: ગતરોજ ગુજરાત સરકાર દ્વારા વર્તમાન કોરોના મહામારીથી સર્જાયેલી પરિસ્થિતિના કારણે ધો.10 ના રેગ્યુલર વિદ્યાર્થીઓના પરિક્ષા આપ્યા વગર માસ પ્રમોશન આપવાના નિર્ણયથી હોશિયાર વિદ્યાર્થીઓમાં નારાજગી અને નબળા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર છવાયેલી જોવા મળી રહી છે.
Decision News દ્વારા ધોરણ 10માં ભણાવતા પીપલખેડ શાળાના શિક્ષકોની મુલાકાત કરવામાં આવી હતી તેમનું કહેવું હતું કે હાલમાં ગુજરાત સરકાર દ્વારા કોરોના મહામારીમાં 10માં રેગ્યુલર વિદ્યાર્થીઓને આપાયેલ માસ પ્રમોશનથી નિર્ણયથી વાંસદાના આદિવાસી ગામડાઓના હોશિયાર વિદ્યાર્થીઓ માટે નુકશાન પણ કરી શકે છે. અમારા માટે પાછળથી પણ લેવાવી જોઈતી હતી કારણ કે ધોરણ 11 માં માસ પ્રમોશન મેળવેલા વિદ્યાર્થીઓ આવશે તો તેમના માટે ખુબ જ મુશ્કેલી ઉભી થવાની સંભાવના રહેલી છે.આ ઉપરાંત શાળા મેનેજમેન્ટ માટે સાયન્સ ફેકલ્ટીમાં વિધાર્થીઓને પ્રવેશ આપવામાં મુશ્કેલી વધશે.
ધોરણ 10માં અભ્યાસ કરતાં પ્રેમ પટેલનું માનવું છે કે ધોરણ 10 ના માસ પ્રમોશનના નિર્ણયથી હોંશિયાર અને મહેનતુ વિધાર્થીઓના ટોપ કરવાના સપના તૂટ્યા છે. જ્યારે ધોરણ 10 જ અભ્યાસ કરતી વિધાર્થીની દિયા માહલા જણાવે છે કે કોરોના કાળમા રાજ્ય સરકાર લીધેલો માસ પ્રમોશનનો નિર્ણય વિધાર્થીઓના હિતમાં છે. જો ગુજરાતમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હોત તો ગુજરાતના હજારોની વિધાર્થી બોર્ડની પરીક્ષા આપવા ભેગા થવાના કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થવાનો ભય મા બાપ માટે મુંઝવણ અને મુશ્કેલીમાં નાખત. જીવનમાં પરીક્ષા તો ઘણી આવશે હાલ આ સમયમાં જીવન સાચવવું મહત્વનું છે. ધોરણ 10માં અભ્યાસ કરતી રીયા કહે છે ધો.10 માટે મેં સ્કૂલ ઉપરાંત ઓનલાઈન કલાશ સાથે જોડીને ખુબ મહેનત કરી હતી પણ બધી મહેનત વ્યર્થ થઇ ગઈ મારા ટોપ કરવાનું સપનું પૂરું ન થયું એનું દુઃખ છે.

