ગુજરાત: વર્તમાન સમયમાં કોરોના સંક્રમણને અટકાવવા હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ અને ડોકટરો રાત દિવસ કામ કરી રહ્યા હોવાના કારણે કોરોનાની બીજી લહેરમાં ઘણા નર્સિંગ સ્ટાફ સંક્રમિત થવાથી અછત વતર્ઈિ હતી. આ સંજોગોને ધ્યાનમાં લઇ રૂપાણી સરકારએ હાલમાં ખાલી પડેલી નર્સિસની જગ્યાઓ માટે તાત્કાલિક ધોરણે ભરવાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીના અધ્યક્ષપદે યોજવામાં આવેલી આ બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં આરોગ્ય સેવાઓમાં મહત્વપૂર્ણ માનવબળ વધુ સુદ્રઢ કરવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે રાજ્યમાં 2019 જેટલી હાલ ખાલી પડેલી નર્સિસની જગ્યાઓ સીધી ભરતીથી તાત્કાલિક ધોરણે ભરવાની પ્રક્રિયા મહત્વપૂર્ણ નિર્ણય સાબિત થવાનું કહેવામાં આવી રહ્યું છે.
આ બેઠકમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલ, ગૃહ-રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, એમ.કે.દાસ આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતિ રવી અને વરિષ્ઠ સચિવોઓ હાજર રહ્યા.