ગુજરાત: વર્તમાન સમયમાં ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ મોટા પ્રમાણમાં ફેલાયું છે ત્યારે ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં ૩૩૦૦ વ્યક્તિએ સરકાર એક જ વ્યક્તિને સરકારી હોસ્પિટલમાં બેડ પુરા પડી શકે એવી સ્થિતિ હોવાની ચર્ચાના વંટોળ ઉઠી રહ્યો છે.
ગુજરાતી અખબાર ગુજરાત સમાચારમાં પ્રગટ થયેલા એક અહેવાલ પરમને વાત કરવામાં આવે તો હાલમાં ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાનો ચેપ ફેલાયા પછી કોરોનાનના દર્દીઓને સારવાર, દવા અને ઓક્સિજન આપવામાં સરકારને ફાંફા પડી રહ્યા છે અને ગુજરાતમાં મરણ આંક સેકન્ડ વેવમાં ઝડપથી વધી રહ્યો છે ખાનગી અને સરકારી હોસ્પિટલના સહયારાની વાત કરવામાં આવે તો ગુજરાતમાં દર એક હજાર વ્યક્તિએ માત્ર એક જ વ્યક્તિને ખાનગી કે સરકારી હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ કરાવી સહાય તેમ છે તેના પરથી ફલિત થાય છે કે ગુજરાત સરકારે આરોગ્ય ક્ષેત્રમાં કરેલી કામગીરી અત્યંત નબળી છે આરોગ્યના ક્ષેત્ર માટે જિલ્લા તાલુકા અને ગ્રામીણ સ્તરે જોઈએ તેવી સુવિધા ઉભી કરવામાં ગુજરાત સરકાર સદંતર નિષ્ફળ રહી છે ગુજરાતમાં છેલ્લા ૪૦ દિવસમાં ૪૨૧૨ વ્યક્તિઓના કોરોનાથી મરણ થયા છે એકલા તાપી જિલ્લામાં ૧૫૦૦ વ્યક્તિઓના મોત થયાની સ્થાનિક સાંસદે રજુવાત કરી છે આજના આંકડા પ્રમાણે પણ ગુજરાતમાં શહેર કરતા ગ્રામીણ વિસ્તારમાં મરણના રેશિયો વધારે છે.
અમદાવાદના દાણી લીમડાના ધારાસભ્ય શૈલેષભાઈ પરમારએ સવાલ ઊઠાવ્યો છે કે ગુજરાત સરકારે છેલ્લા પાંચ વર્ષમાં સરકારી હોસ્પિટલ માટે રૂપિયા ૫૦,૯૮૫,૦૭ કરોડની ગ્રાન્ટ ફાળવણી કરી છે આ ગ્રાન્ટની ફાળવણી છતાં સરકારી હોસ્પિટલોમાં સીટી સ્કેન મશીન, એક્સરે મશીન, ઓક્સિજન સપ્લાઈ કે લેબોરેટરીઓની અછત છે તો સરકારે પાંચ વર્ષમાં ૫૧૦૦૦ કરોડના ખર્ચ ક્યાં ? અને કેવી રીતે કર્યો ? તેમણે કહ્યું કે આ સાધનો સરકારે કોરોનાના થર્ડ વેવની શરૂવાત થાય તે પહેલા વસાવી લેવા જોઈએ એવી તેમણે માંગણી કરી છે. જંગી રકમ ફાળવી હોવા છતાં સરકારી હોસ્પીટલમાં સાધન સુવિધા વિનાની જ છે. પ્રાઈમરી અને કોમ્યુનીટી હેલ્થ સેન્ટરમાં માત્ર દવા અપાય છે દર્દીને સાચવીને સારવાર કરી શકાતી નથી