વાંસદા: હાલમાં વાંસદા તાલુકાના ખાનપુર ગામમાં આવેલી બરોડા ગ્રામીણ બેંકમાં કરવામાં આવી રહેલી ધીમી કામગીરીના કારણે લોકોની બોહળા પ્રમાણમાં એકઠી થતી ભીડ ગામમાં વર્તમાન સમયમાં પ્રસરી રહેલા કોરોનાના કહેરને ફેલાવવા માટે ખુલ્લું આમંત્રણ આપી રહ્યાના દ્રશ્યો સામે આવી રહ્યા છે.
Decision Newsની ટીમ દ્વારા સ્થળ પર લીધેલી લોકોની મુલાકાત અને એકઠી થયેલી ભીડની ખેચવામાં આવેલી તસ્વીરોમાં એવું સ્પષ્ટ દેખાઈ આવે છે કે ‘આ બેલ ઓર મુઝે માર’ જેવી સ્થિતિ એટલે ખુલ્લેઆમ કોરોનાને પોતાનું સંક્રમણ ફેલાવવા આમંત્રણ આપી રહી હોય એમ લાગે છે. લોકોનું કહેવું છે કે અમે બેંકના કામ માટે આવીએ છીએ પણ એક કામ પતાવતા આખો દિવસ કે પછી બીજો દિવસ પણ થઇ જાય છે બેંકમાં ખુબ જ ધીમી ગતિએ કામ કરવામાં આવે છે અને અમુક બાબતે તો કર્મચારીઓ દ્વારા અમારી જોડે ગેરવર્તણુક પણ થતી હોય છે. હાલમાં જ્યારે કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે આ પ્રકારની ધીમી કામગીરી કરી ભીડ એકઠી કરવા પાછળ બેંક જ જવાબદાર છે.અને આ હમણાં જ નહિ કાયમ આવી જ ભીડ અહી તમને જોવા મળશે એમ લોકોનું કહેવું છે.
આ ઘટના વિષે સત્ય તપાસવા માટે Decision News દ્વારા ગામના મુખિયા સરપંચ અજીતભાઈ ગવળીનો સંપર્ક સાધ્યો તો તેમણે ટેલીફોનીક વાતમાં જણાવ્યું કે મારી બેંક મેનેજર સાથે મારી વાત થઇ હતી તો મેનેજરનું એવું કહેવું છે કે બેંક સાથે જોડાયેલા ગામડાઓની સંખ્યા વધારે હોવાના કારણે બેંકમાં ભીડ તો રહેવાની જ ! સરપંચશ્રીનું કહેવું છે કે બેંકની બહાર પણ લોકોના બેંકના કામ કરવા માટે માણસો મુકાયા છે પણ ભીડ તો થઇ જાય છે આટલું કહી તેમના ફોન પર કોઈ ખાસપર્શન કોલ આવતા ફોન કટ કરી નાખવામાં આવે છે. હવે તમે જ વિચારો અને નિર્ણય કરો કે ગામમાં કોરોનાનું સંક્રમણ વધશે અને લોકોના મૃત્યુનો આંક વધશે તો એના માટે જવાબ દાર કોણ ? બેંક મેનેજર ? બેંકના કર્મચારીઓની ધીમી કામગીરી ? ગામનો સરપંચ કે પછી પોતાનું બેન્કનું કામ લઈને આવેલા લોકો ? નિર્ણય જાગૃત નાગરિકોનો !