ચીખલી: વર્તમાન સમયમાં કોરોના મહામારીને નાથવા લોકનેતા અનંત પટેલ લોકો વચ્ચે જઈને સતત જનસંપર્ક કરી કોરોના સંક્રમણને અટકાવવા જનજાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે ગતરોજ તેમને ચીખલી તાલુકાના રૂમલા સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી જેમાં આરોગ્ય કેન્દ્રના સારવાર લઇ રહેલા દર્દીઓ તથા આરોગ્ય કેન્દ્રના સ્ટાફના પ્રશ્નો અને સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કર્યો હતા.
Decision Newsને મળેલી માહિતી અનુસાર અનંત પટેલે રૂમલા આરોગ્ય કેન્દ્રની મુલાકાત દરમિયાન હાલમાં ઇન્ચાર્જ તરીકે સેવા આપી રહેલા ડૉ મુકેશ પટેલ સહિતના અન્ય અધિકારીઓ સાથે કોરોનાની સારવાર માટે ખૂટતા સાધનો લેવા,આરોગ્ય કર્મચારીઓના પ્રશ્નો અને દર્દીઓની જલ્દી બેહતરી માટે પોતાના ધારાસભ્ય ફંડમાંથી ૧ લાખ રૂપિયાનું દાન કર્યું હતું.
અનંત પટેલે જણાવ્યું કે હાલમાં આપણી વર્તમાન સરકાર ગામડાઓમાં કોરોના પરિસ્થિતિની બેહતરી અંગેના કોઈપણ પ્રકારના પગલાં લઇ રહી નથી એ સ્પષ્ટ દેખાય રહ્યું છે ગામમાં આવેલા સીએચસી કે પીએસસી આરોગ્ય કેન્દ્રમાં ફેબિફલુ જેવી દવાઓ તેમજ આરોગ્ય કર્મચારીઓ માટે N95 માસ્ક ઉપલબ્ધ થતાં નથી અને આરોગ્ય કર્મચારીઓના પગારના પણ ઠેકાણા નથી પરંતુ હું તમને ખાતરી આપી છુ કે હું પરંતુ જરૂરી સ્ટાફ ન હોવાના કારણે લોકોને મદદરૂપ થવાનો મારાથી બનતો પ્રયાસ જરૂર કરીશ અને રૂમલાના આ આરોગ્ય કેન્દ્રમાં ઘટતી સામગ્રી પોતાની ગ્રાન્ટમાંથી પૂરી પાડવા અને લોકોમાં ફેલાતા કોરોના સંક્રમણને અટકાવવામાં પોતાનું ભૂમિકા જરૂર અદા કરીશ