ડાંગ: છેલ્લા ઘણાં સમયથી ડાંગ જિલ્લાના ૩૧૧ ગામના ખેડૂતોની પોતાની માલીકીના વૃક્ષ સાગ કે ઇજાયેલી લાકડા મોજ માપણી સાથે વઘઈ અને આહવા ડેપો ખાતે પોહચી ગયાના અહેવાલ છે તેમ છતાં આ માલકીનું વળતર હજુ સુધી ડાંગના ગ્રામ્ય ખેડૂતોને આપવામાં ન આવ્યું હોવાની ઘટના સામે આવી છે જે બાબતે કિશાન સંગઠન આમ આદમી પાર્ટી ડાંગ દ્વારા મુદ્દો ઉઠાવાયો છે.
Decision Newsને કિશાન સંગઠન આમ આદમી પાર્ટી ડાંગ દ્વારા મળેલી માહિતી અનુસાર વર્તમાન સમયમાં ચાલી રહેલા કોરોના કહેર વચ્ચે ડાંગના ગામડાઓના ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ ખુબજ વિકટ બની છે. ખેડૂતો કોરોનાના કારણે છેલ્લા ૧૪ માસથી કોઈપણ કામ માટે બહાર ગામોમાં જઈ શક્યા નથી. આવી પડેલી કોરોના રૂપી આફતને ખાળવા માટે અને પરિવારના ખર્ચપાણી માટે ખેડૂતોએ પોતાની માલીકીના વ્યાજ પર નાણા લઈને ઝાડ કપાવી વાહતુક કર્યા હતા. એ આશા પર કે ખાનગી માલિકીના રૂપિયા જલ્દીથી મળી જશે તો ગુજરાન ચલાવવામાં સરળતા રહશે પરંતુ તેમનું ધાર્યું ન થયું અને મોટા ભાગના ખેડૂતો આર્થિક મુશીબતમાં ફસાઈ ગયા છે.
હાલમાં ઉભા થયેલા સંજોગોના નિવારણ માટે કિશાન સંગઠન આમ આદમી પાર્ટી ડાંગ અને ડાંગ જીલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ દ્વારા દક્ષિણ ડાંગ/ઉતર ડાંગ આહવાના માન. ડી.એફ.ઓ.શ્રી ને અને સર્કલ કચેરી વલસાડને અપીલ છે કે આ ડાંગ જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારના આ સમસ્યામાં ફસાયેલા બધાજ ખેડૂતને કુલ માલિકીના લાકડાનું જે વેલ્યુસન થાય તેમાં હાલમાં જે લોન સ્વરૂપે ૨૫% ચૂકવે છે. જેની જગ્યાએ ૫૦% ચુકવણું વેળાસર થાય એવી છે.