સેલવાસ: આપણા ગુજરાત રાજ્યને જ અડીને આવેલા સંઘપ્રદેશના સેલવાસના બળદેવી ખાતે પતિની ચિતા ઠંડી થાય એ પહેલા જ પત્નીનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયાની ઘટના ગતરોજ પ્રકાશમાં આવી છે જેને લઈને પરિવાર અને સમગ્ર વિસ્તાર શોકાતુર બન્યો છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર સંઘ પ્રદેશના સેલવાસ બળદેવી નવાળા ફળિયામાં રહેતા બાબુભાઇ ઉર્ફ ઈશ્વરભાઈ સંજયભાઈ પટેલ 25-26 એપ્રિલના રોજ તેમની તબિયત બગડી હતી તેથી તેમને વાપી અને પછી સેલવાસની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.ત્યાં સારવાર દરમિયાન તેમનું ઓક્સિજન લેવલ ઓછું થવાના કારણે તેમને સેલવાસની સિવિલમાં લઇ જવાયા હતા. પરંતુ બાબુભાઈને ફેફ્સાંમાં ભારે ઇન્ફેક્શનના કારણે શનિવારની રોજ બપોરે બે વાગ્યે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ જ સમયગાળામાં બાબુભાઈના પત્નીની પણ સેલવાસ સિવિલમાં સારવાર ચાલી રહી હતી તેઓને પણ ફેફ્સામાં ઇન્ફેક્શન હતું. તેઓ પણ પતિની ચિતા ઠંડી પડી ન પડી ત્યાંજ તેમનું પણઆ જ દિવસે રાત્રે 11 :10ની આસપાસ મૃત્યુ થયું હતું.
આમ એક જ દિવસમાં એક જ ઘરમાં પતિ અને પત્નીનું મૃત્યુ થતાં સેલવાસના બાળાદેવી ગામના લોકો શોકમગ્ન બન્યા છે. બાબુભાઈના પરિવારમાં બે દીકરી અને એક દીકરો છે. દીકરીના લગ્ન કરવામાં આવ્યા છે જયારે દીકરોહજુ અપરણિત છે.