વાંસદા: એમ કહેવાય છે કે યુવાઓ ધારી લે તો ગમે એવી પરિસ્થિતિને બદલી શકે છે આપણા સ્વામી વિવેકાનંદ કહેતા કે મને જો સૌ યુવાનો હું રસ્તો ચીંધુ એ રસ્તા પર ચાલવા લાગે એવા મળી જાય તો હું દેશની કાયા પલટ કરવા સક્ષમ છું ખરેખર આજે કોરોનાના કપરા કાળમાં દક્ષિણ ગુજરાતના યુવાનો જરૂરીયાત લોકોને વહારે આવવા લાગ્યા છે તેનો તાજો કિસ્સો વાંસદા તાલુકા આજરોજ જોવા મળ્યો છે.
Decision Newsને મળેલી માહિતી પ્રમાણે આજના દિને આદિવાસી ‘યુથ પાવર’ના સેવાભાવી આકાશભાઈ ચવધરી, સંદીપ ભાઈ, હરિલાલ ભાઈ, સાહિલભાઈ અને અન્ય યુવાનો દ્વારા વાંસદાના આંબાપાણી ગામના જરૂરિયાતમંદ લોકોમાં અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અનાજ કીટમાં રોજીંદા જીવન જરૂરિયાતની વસ્તુ જેમ કે તેલ હળદર, મસાલો ,લોટ, ચોખા, દાળ, બિસ્કીટ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વાંસદાના આદિવાસી ‘યુથ પાવર’ના પ્રમુખ ધર્મેશ ભોયાએ Decision Newsને જણાવ્યું કે કોરોનાના આવા કપરા સમયમાં જરૂરિયાત મંદ લોકોને મદદ કરશું અને લોકસેવામાં બનતા પ્રયત્નો સુધી મદદ માટે પ્રયાસ કરીશું અને લોકસેવા કરશું. આ અનાજકીટના દાતાશ્રી સતિષભાઈ જે ધૂમ છે જેમના સાથ સહકારથી આ લોકસેવાનું કાર્ય અમે કરી શક્ય છે તેથી સંગઠન તરફથી એમનો આભાર માનીએ છીએ અને યુથ પાવરના સેવાભાવી યુવાનો આવનારા સમયમાં પણ લોકસેવાના આ ઘણા કામો કરતા રહશે