ગુજરાત: હાલમાં ચાલી રહેલા ચૈત્ર-વૈશાખના માસના સમયગાળામાં ગુજરાતમાં ધોમ ધખતા તાપમા ત્રણ દિવસ લૂ ના વાયરાની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે આવનાર ત્રણ દિવસ સુધી ગુજરાતમાં તાપમાનનો પારો 42 થી 45 ડિગ્રી સુધી પહોંચી જશે.

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે, સરેરાશ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો જોવા મળશે. ગુજરાતમાં ત્રણ દિવસ સુધી તાપમાનનો પારો ખુબ જ ઉચાઈ પર જશે. આગામી 48 કલાક સુધી ભારે ગરમી વરસાવ્યા બાદ થોડી રાહત રહશે અને લૂ લાગવાની શકયતા નહિવત હોવાનું જણાવવામાં આવ્યું છે.

હવામાન વિભાગે તાપમાનનો પારો 40 થી 45 ડિગ્રી સેલ્સીયસ સુધી જવાની આગાહી આપી છે. ઉનાળામાં સામાન્ય રીતે 40 થી 45 ડિગ્રી તાપમાન જોતા હોઈએ છીએ. આમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને અડે ત્યારે પરિસ્થિતિને ગંભીર માનવામાં થયાનું જાણકારો માનતા હોય છે. ગુજરાતમાં 2 દિવસના પછી લૂ ના આ વાયરાના વાતાવરણમાં કદાચ પલ્ટો આવવાનું જોવાઈ રહ્યું છે. હવામાન ખાતાના જાણકારો જણાવી રહ્યા છે કે 1901થી લઈ 2020 સુધીનો આ ઉનાળો સૌથી વધુ ગરમી વાળો થવાના અનુમાન છે.