પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

વલસાડ: હાલના સમયમાં દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં ગામોમાં મોટા પ્રમાણમાં કેસો આવી રહ્યા છે અને દુઃખદ વાત એ છે કે ગામડામાં દર્દીઓને પુરતી સુવિધા મળવામાં મુશ્કેલી આવતી હતી પણ ગતરોજ સરકાર સફાળે જાગી અને ગુજરાત સરકાર અને વલસાડ સ્થાનિક તંત્ર એકશનમાં આવ્યું હોય એવા દ્રશ્યો સર્જાયા છે.

Decision News ને મળેલી માહિતી અનુસાર ગતરોજ વલસાડ જિલ્લાના કપરાડા, ધરમપુર, પારડી, વાપીમાં આવેલા સીએચીસીમાં ઓક્સિજનની સુવિધા સાથે બેડો કાર્યરત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ધરમપુરના અંતરિયાળ આદિવાસી વિસ્તારના પીંડવળ ગામમાં આવેલા સીએચસી અને પારડી સીએચસીમાં ઓક્સિજનની ટેન્ક મુકવામાં નક્કી થયું છે તેમજ વાલસાદના છેવાડે આવેલા કપરાડા તાલુકામાં પણ સરકારી દવાખાનમાં ઓક્સિજન સાથેની સુવિધા દર્દીઓને મળે તેવા પ્રયાસો કરવામાં આવશે. જેથી કોરોનાના દર્દીઓને મોટી રાહત મળશે.

મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાનમાં પારડી, અને રોહિણા સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે ટૂંક સમયમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાશે. પારડી સીએચસી ખાતે ધારાસભ્ય કનુ દેસાઇની ગ્રાન્ટમાંથી 25 લાખના અનુદાન થકી ઓક્સિજન ટેન્ક પ્રસ્થાપિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં મળેલી બેઠકમાં વન અને આદિજાતિ વિકાસ મંત્રી રમણ પાટકરે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પિંડવળ સીએચસી ખાતે 25 લાખના ખર્ચે ઓક્સિજન ટેન્ક પ્રસ્થાપિત કોરોના દર્દીઓ માટે સુવિધા ઉપલબ્ધ કરાવાશે.આ ઉપરાંત મારૂં ગામ કોરોના મુક્ત ગામ, અભિયાનમાં વન અને આદિજાતિ મંત્રીએ કપરાડા તાલુકાના સુથારપાડા, નાનાપોંઢાની સીએચસી કેન્દ્ર મુંબઇની સ્પર્શ ટ્રસ્ટના સૌજન્યથી કપરાડા અને નાનાપોંઢા સીએચસીને હવામાંથી ઓક્સિજન બનાવવા માટેના યુનિટ આપવામાં આવ્યા હતા.