દેશમાં હાલ કોરોનાનો કેર સતત અને મોટા પ્રમાણમાં ફેલાઈ રહ્યું છે ત્યારે એની ઝપટમાં અત્યાર સુધી સામાન્ય વ્યક્તિથી લઈને અનેક સેલિબ્રિટીઝ પણ સંક્રમિત બની ચૂકયા છે. હમણાં જ રાહુલ વોહરાનું કોરોનાના કારણે મૃત્યુ પણ થયું છે. હવે સાઉથના સુપર સ્ટાર જૂનિયર એનટીઆર પણ કોરોના પોઝિટિવ થયાની માહિતી તેમણે જ પોતાના ટ્વિટર એકાઉન્ટસ પરથી શેર કરી છે.
જૂનિયર એનટીઆરે ટ્વિટ કરતા લખ્યું કે “હું COVID-19 પોઝિટિવ છુ. કૃપા કરી ચિંતા ના કરો, હું સ્વસ્થ છું. હું અને મારો પરિવાર આઇસોલેટ છે અને અમે ડોક્ટરની દેખરેખ હેઠળ તમામ નિયમોનું પાલન કરી રહ્યા છે. જે પણ લોકો છેલ્લા થોડાક દિવસો દમિયાન મારા સંપર્કમાં આવ્યા હોય, હું એ તમામને ટેસ્ટ કરાવવાની અપીલ કરું છુ. સુરક્ષિત રહો”.
આપણે જાણીએ છીએ તેમ જૂનિયર એનટીઆર પહેલા પણ તેલૂગૂ ઇન્ડસ્ટ્રીના રામ ચરણ, વરુણ તેજ, કોનિડેલા, તમન્ના ભાટિયા, નાગા બાબી અને ડાયરેક્ટર એસ.એસ રાજામૌલી જેવા સેલિબ્રિટીઝ કોરોનાના સંક્રમણના શિકાર બન્યા હતા.