દિવ્યભાસ્કર ફોટોગ્રાફ્સ

નર્મદા: દક્ષિણ ગુજરાતમાં હવે યુવાઓ આ કોરોનાના કપરા કાળમાં જન સમુદાયને પોતાનાથી બનતી દરેક પ્રકારની મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લાના સેવાભાવી “મિત” ગ્રુપના યુવાનોએ કોરોનાના દર્દીઓને બ્લડની જરૂરિયાત પુરી કરવા બ્લડ ડોનેટ કરતાં હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. ૧૦ યુવાનોથી શરૂ તહેલું આ ગ્રુપ આજે ૮૦૦ યુવાનોનું બન્યું છે.

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે આ ગ્રુપની રચના ૧૦ યુવાનો દ્વારા કરવામાં આવી હતી પરંતુ આજે કોરોના મહામારીના આ સમયે તેમાં ૮૦૦ જેટલા યુવાનો જોડાઈ ગયા છે આ “મિત” ગ્રુપ છેલ્લા 7 વર્ષથી નિઃસ્વાર્થ ભાવે બ્લડ ડોનેટ કરી વિકટ પરિસ્થિતિમાં લોકોના જીવ બચાવી રહ્યું છે. મિત ગ્રુપના એક યુવાનોમીડિયા સાથે વાત કરતા જણાવે છે કે આજથી 7 વર્ષ પહેલા રાજપીપળા બ્લડ બેન્ક પાસે ડુંગર વિસ્તારના એક આધેડને રડતો જોયો, ત્યારે યુવાનોએ પૂછ્યું વડીલ કેમ રડો છો કોઈ મદદ જોઈતી હોય તો બોલો. વડીલે કહ્યું મારી દીકરી બીમાર છે એને લોહીના બોટલની જરૂર છે એ મળતી નથી મને કોઈ ઓળખતું નથી એટલે આંખોમાંથી આસું પડી ગયા. ત્યાર બાદ ત્વરિત “મિત” ગ્રુપના એક યુવાન બ્લડ ડોનેટ કરી બીમાર દીકરી માટે લોહીના બોટલની વ્યવસ્થા કરી આપી અને એનો જીવ બચી ગયો.

આ ઘટના પછી “મિત” ગ્રુપના યુવાનો દ્વારા સમયાંતરે બ્લડ ડોનેટ કરવાનું અને બ્લડ ડોનેશન કેમ્પ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ગ્રુપના યુવાનો આજે પોતાના જન્મદિવસની ઉજવણી બ્લડ ડોનેટ કરી કરે છે અને રાષ્ટ્રીય તહેવારના દિવસે બ્લડ ડોનેશન કેમ્પ આયોજન આ ગ્રુપ દ્વારા છેલ્લા વર્ષોથી કરવામાં આવી રહ્યું છે.