ગુજરાત: હાલ રાજ્યમાં કોરોનાથી લોકો ત્રાહિત બન્યા છે ત્યાં હજુ સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરીથી વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા સતત બે દિવસથી કોઈ ભાવ વધારો કરવામાં આવ્યો નહોતો. સરકારી ઈંધણ કંપનીઓએ આજે પેટ્રોલમાં પ્રતિ લિટર 26 પૈસા અને અને ડીઝલના ભાવમાં 33 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ આજ રોજ ગુજરાતમાં જોઈએ તો અમદાવાદમાં પેટ્રોલ 88.70 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 88.08 રૂપિયાના દરે પ્રતિ લિટર ગ્રાહકોને આપવામાં આવશે. પ્રદેશમાં હાલમાં કોરોનાનું સંક્રમણ વધવાને કારણે હોસ્પિટલોમાં પોતાની સારવાર પાછળ રૂપિયા ખર્ચી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા દિવસે દિવસે પેટ્રોલ ડીઝલમાં કરવામાં આવતો ભાવ વધારો સામાન્ય લોકોની સ્થિતિ સાવ કથળાવી દેશે એવા અણસાર દેખાઈ રહ્યા છે

ઉલ્લેખનીય છે કે છેલ્લા બે મહિનાથી દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માહોલ હતો એટલા માટે ક્રૂડ ઓઈલ મોંઘુ થવા છતાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નહિ. પરંતુ ચુંટણી પત્યાના થોડા દિવસોમાં જ ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાના શરૂ થઈ ગયા છે. સરકાર દ્વારા લેવામાં આવેલા આ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને લોકો કેટલા સ્વીકારશે એનો નિર્ણય આવનારો સમય જ બતાવશે.